હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચારધામ યાત્રા ૨૦૨૬: ૧૯ એપ્રિલથી શુભારંભ, મંદિરોમાં ફોન અને કેમેરા પર સંપૂર્ણ પ્રતિબંધ
ચારધામ યાત્રા ૨૦૨૬: ૧૯ એપ્રિલથી શુભારંભ, મંદિરોમાં ફોન અને કેમેરા પર સંપૂર્ણ પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ૨૦૨૬ ની તારીખો જાહેર થઈ ગઈ છે. અક્ષય તૃતીયાના પાવન પર્વ એટલે કે ૧૯ એપ્રિલથી યાત્રા શરૂ થશે. આ વખતે સરકારે મંદિરોની પવિત્રતા જાળવવા માટે ગર્ભગૃહ અને પરિસરમાં મોબાઈલ ફોન અને કેમેરા લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે.
પવિત્ર તીર્થધામો ગણાતા યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથની યાત્રા માટે લાખો ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચારધામ મંદિર સમિતિની જાહેરાત મુજબ:
* શ્રી યમુનોત્રી અને શ્રી ગંગોત્રી: ૧૯ એપ્રિલ, ૨૦૨૬ (શુક્રવાર) ના રોજ કપાટ ખુલશે.
* શ્રી કેદારનાથ ધામ: ૨૨ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ ખુલશે.
* શ્રી બદ્રીનાથ ધામ: ૨૩ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ ભક્તો માટે ખુલશે.
નવો નિયમ - ફોન બેન: ઉત્તરાખંડ સરકારે યાત્રા દરમિયાન ભીડ વ્યવસ્થાપન અને મંદિરોની મર્યાદા જાળવવા મોટો નિર્ણય લીધો છે. ચારેય ધામોમાં મોબાઈલ ફોન અને કેમેરા પર પ્રતિબંધ રહેશે. શ્રદ્ધાળુઓએ દર્શનમાં જતા પહેલા પોતાના ગેજેટ્સ બહાર જમા કરાવવા પડશે.
રજિસ્ટ્રેશન ફરજિયાત:
તમામ યાત્રાળુઓએ ‘રજિસ્ટ્રેશન એન્ડ ટુરિસ્ટ ડોટ યુકે ડોટ ગવ ડોટ ઇન’ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ ઉપરાંત વોટ્સએપ દ્વારા રજિસ્ટ્રેશન કરવા માટે ‘યાત્રા’ (YATRA) લખીને ૮૩૯૪૮૩૩૮૩૩ નંબર પર મેસેજ કરી શકાશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
