<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

વિજય રૂપાણી, માધવરાવ સિંધિયા, સંજય ગાંધી... અજિત પવાર પહેલા આ પાંચ નેતાઓનું પણ વિમાન દુર્ઘટનામાં મળત્‍યુ થયું હતું

સત્તાના શિખરે બેઠેલા નેતાઓ માટે હવાઈ સફર કેટલી જોખમી સાબિત થઈ છે તેનો રક્‍તરંજિત ઈતિહાસ

નવી દિલ્‍હી, તા.૨૮: મહારાષ્‍ટ્રના નાયબ મુખ્‍યમંત્રી અજિત પવારનું મહારાષ્‍ટ્રના બારામતી નજીક વિમાન દુર્ઘટનામાં મળત્‍યુ થયું છે. એનસીપી નેતા પવાર ચૂંટણી રેલીને સંબોધવા માટે ખાનગી વિમાનમાં મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા. તેમનું વિમાન બારામતીમાં ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્‍યારે આ અકસ્‍માત થયો. અકસ્‍માતમાં વિમાન સંપૂર્ણપણે બળી ગયું હતું અને તેમાં સવાર તમામ પાંચ લોકોના મોત થયા હતા.

અહેવાલ મુજબ, અજિત પવાર ઉપરાંત વિમાનમાં અન્‍ય ચાર લોકો સવાર હતા. ઘટનાસ્‍થળ પરથી વીડિયો સામે આવ્‍યા છે જેમાં વિમાન સંપૂર્ણપણે સળગી રહ્યું છે અને ઘટનાસ્‍થળ પરથી કાળો ધુમાડો નીકળતો દેખાય છે.

અજિત પવારના દુઃખદ અવસાનથી સમગ્ર રાષ્‍ટ્ર આઘાતમાં છે. તેમનું અવસાન દેશના રાજકીય પરિદૃશ્‍ય માટે એક નોંધપાત્ર નુકસાન છે. આવા વિમાન દુર્ઘટનામાં ઘણા અન્‍ય ભારતીય નેતાઓના જીવ ગયા છે, જેમાં સૌથી તાજેતરનો ગુજરાતના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીનો સમાવેશ થાય છે.

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી વિજય રૂપાણી ૧૨ જૂન, ૨૦૨૫ ના રોજ એર ઇન્‍ડિયાની ફ્‌લાઇટમાં અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા. વિમાનમાં ૨૪૨ લોકો સવાર હતા. ટેકઓફ થયાના થોડા જ સેકન્‍ડોમાં વિમાન ક્રેશ થયું. વિમાનમાં આગ લાગી ગઈ, જેમાં એક મુસાફર સિવાય બધાના મોત થયા.

વિજય રૂપાણી ૬૮ વર્ષના હતા. તેમના પરિવારે અહેવાલ આપ્‍યો કે તેઓ તેમની પુત્રીને મળવા લંડન જઈ રહ્યા હતા પરંતુ વિમાન દુર્ઘટનામાં તેમનું મળત્‍યુ થયું.

વાય.એસ. રાજશેખર રેડ્ડી (વાય.એસ.આર.)નું ગુમ થયેલ વિમાન પહાડીઓમાં મળી આવ્‍યું.૨ સપ્‍ટેમ્‍બર, ૨૦૦૯ ના રોજ, આંધ્ર-દેશના તત્‍કાલીન મુખ્‍યમંત્રી વાય.એસ. રાજશેખર રેડ્ડી (વાય.એસ. આર.)નું હેલિકોપ્‍ટર દુર્ઘટનામાં અવસાન થયું. રાજશેખર રેડ્ડી સવારે ૮:૩૮ વાગ્‍યે ચિત્તૂર જિલ્લામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બેગમપેટથી નીકળ્‍યા હતા. તેમને સવારે ૧૦:૩૦ વાગ્‍યે કાર્યક્રમમાં પહોંચવાનું હતું, પરંતુ તેઓ ત્‍યાં પહોંચી શકયા નહીં.

તેમનું હેલિકોપ્‍ટર હવામાં જ ગાયબ થઈ ગયું હતું, અને વ્‍યાપક શોધખોળ છતાં, તેનો કોઈ પત્તો લાગ્‍યો ન હતો. બીજા દિવસે, વાયુસેનાએ શોધ કામગીરી દરમિયાન હેલિકોપ્‍ટરનો કાટમાળ શોધી કાઢયો. હેલિકોપ્‍ટર પર્વતની ટોચ પર તૂટી પડ્‍યું, જેના કારણે ટેકરીઓ પર કાટમાળ ફેલાયો. બીબીસીના અહેવાલ મુજબ, રેડ્ડીનો મળતદેહ એન્‍જિન પાસે વિકળત હાલતમાં મળી આવ્‍યો હતો. તેમના માથા પરના છૂટાછવાયા વાળથી તેમની ઓળખ થઈ હતી.

ડૉ. જી.એમ.સી. બાલયોગીનું ૩ માર્ચ, ૨૦૦૨ના રોજ હેલિકોપ્‍ટર દુર્ઘટનામાં મળત્‍યુ થયું હતું. તે સમયે તેઓ લોકસભાના અધ્‍યક્ષ હતા. આ અકસ્‍માત આંધ્રપ્રદેશમાં થયો હતો. જી.એમ.સી. બાલયોગી તેલુગુ દેશમ પાર્ટીના સભ્‍ય હતા.

૩૦ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૧ ના રોજ ઉત્તર પ્રદેશમાં ૫૬ વર્ષની વયે એક હેલિકોપ્‍ટર દુર્ઘટનામાં કોંગ્રેસના દિગ્‍ગજ નેતા માધવરાવ સિંધિયાનું અવસાન થયું. ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના ભોગાવ તહસીલ નજીક મોટામાં સિંધિયાનું હેલિકોપ્‍ટર ક્રેશ થયું.

તેઓ એક રેલીને સંબોધવા કાનપુર જઈ રહ્યા હતા. તેમની સાથે છ અન્‍ય લોકો પણ સવાર હતા. આ વિમાન આગ્રાથી ૮૫ કિલોમીટર દૂર ક્રેશ થયું, જેમાં બધા જ લોકોના મોત થયા.

ભૂતપૂર્વ ભારતના વડા પ્રધાન ઇન્‍દિરા ગાંધીના નાના પુત્ર અને રાજીવ ગાંધીના ભાઈ સંજય ગાંધીને ઉડાન ભરવાનો ખૂબ શોખ હતો. ૨૩ જૂન, ૧૯૭૦ ના રોજ, તેઓ દિલ્‍હીમાં પોતાનું વિમાન ચલાવી રહ્યા હતા. આ સમય દરમિયાન તેમનું વિમાન ક્રેશ થયું અને આ વિમાન અકસ્‍માતે તેમનો જીવ લીધો.

(3:37 PM IST)