હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નેતા પ્રત્યેની દીવાનગી: બ્રિજભૂષણ સિંહને મળવા મહારાષ્ટ્રનો યુવક 900 કિમી ચાલીને ગોંડા પહોંચ્યો!
ઉજ્જૈનથી યુપી સુધીની કઠિન પદયાત્રા; રસ્તામાં બ્રિજભૂષણના ફોટાને મળ્યું અદભૂત માન-સન્માન, ધારાસભ્ય પ્રતીક સિંહે કર્યું સ્વાગત.

ગોંડા, તા. 28 : કહેવાય છે કે આદર અને સ્નેહ કોઈ સીમાડા નથી જાણતા, અને આ વાત મહારાષ્ટ્રના હેમંત સૂર્યવંશીએ સાબિત કરી બતાવી છે. પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને કારણે હેમંત મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ઉત્તર પ્રદેશના વિષ્ણોહરપુર સુધી લગભગ ૯૦૦ કિલોમીટરની પદયાત્રા કરીને પહોંચ્યા છે. ૮ જાન્યુઆરીના રોજ મહાકાલેશ્વરના આશીર્વાદ લઈને શરૂ થયેલી આ યાત્રા અત્યારે સમગ્ર પ્રદેશમાં ચર્ચાનો વિષય બની છે.
બ્રિજભૂષણનો ફોટો બન્યો સહારો
પોતાની પદયાત્રા દરમિયાન હેમંત સતત બ્રિજભૂષણ શરણ સિંહનો ફોટો પોતાની સાથે રાખતા હતા. હેમંતના જણાવ્યા મુજબ, રસ્તામાં લોકોએ જ્યારે આ ફોટો જોયો ત્યારે તેમને અપાર પ્રેમ અને આતિથ્ય મળ્યું. અજાણ્યા લોકોએ તેમના રહેવા અને જમવાની વ્યવસ્થા કરી આપી, જેના કારણે ૧,૦૦૦ કિલોમીટર જેવો લાંબો પ્રવાસ સરળ બન્યો. જ્યારે તેઓ ગોંડા પહોંચ્યા ત્યારે બ્રિજભૂષણના પુત્ર અને ધારાસભ્ય પ્રતીક ભૂષણ સિંહે તેમનું ભવ્ય સ્વાગત કર્યું અને આ પ્રકારના સમર્પણને દુર્લભ ગણાવ્યું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
