હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઢાકા અને કરાચી વચ્ચે 14 વર્ષના લાંબા વિરામ બાદ ફરી ઉડશે વિમાનો: બાંગ્લાદેશ એરલાઇન્સની મોટી જાહેરાત
29 જાન્યુઆરીથી સીધી ફ્લાઇટ્સ શરૂ થશે; એક દાયકાથી વધુ સમય બાદ બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે નોનસ્ટોપ એર કનેક્ટિવિટી પુનઃસ્થાપિત

ઢાકા : બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં લાંબા સમય બાદ એક નવો વળાંક આવ્યો છે. બિમાન બાંગ્લાદેશ એરલાઇન્સે આગામી 29 જાન્યુઆરીથી ઢાકા-કરાચી-ઢાકા રૂટ પર સીધી વિમાની સેવા ફરી શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. નોંધનીય છે કે, બંને દેશો વચ્ચે આ સીધી હવાઈ મુસાફરી એક દાયકા કરતા પણ વધુ સમયથી બંધ હતી, જે હવે ફરી ધમધમતી થશે.
બોઇંગ 737 આકાશમાં ભરશે ઉડાન
એરલાઇન્સના જણાવ્યા અનુસાર, શરૂઆતના તબક્કામાં અઠવાડિયામાં બે દિવસ – ગુરુવાર અને શનિવારે આ ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે. આ રૂટ માટે 162 સીટની ક્ષમતા ધરાવતા અત્યાધુનિક બોઇંગ 737 વિમાનનો ઉપયોગ કરવામાં આવશે. વર્ષ 2012 માં છેલ્લીવાર બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ ઉડી હતી, ત્યારબાદ વિવિધ કારણોસર આ સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી.
રાજદ્વારી સંબંધોમાં નવી આશા
તાજેતરમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે સુધરેલા રાજદ્વારી સંબંધોને કારણે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નોનસ્ટોપ એર કનેક્ટિવિટીથી માત્ર મુસાફરોનો સમય જ નહીં બચે, પરંતુ બંને દેશો વચ્ચે વેપાર અને પર્યટનને પણ વેગ મળશે તેવી આશા રાખવામાં આવી રહી છે. ખાસ કરીને જે પરિવારો બંને દેશોમાં વસેલા છે, તેમના માટે આ સમાચાર ખૂબ જ રાહત લઈને આવ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
