<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

સોનું કે 'સળગતું' સોનું? 2026માં કિંમતો આસમાને જશે કે ભાવ ઘટશે? જાણો શું કહે છે ગ્લોબલ રિપોર્ટ્સ

Jefferies અને UBS જેવા દિગ્ગજ બ્રોકરેજ હાઉસના આંકડાએ રોકાણકારોને ચોંકાવ્યા; જીઓપોલિટિકલ ટેન્શન અને ડોલરની નબળાઈ સોનાની ચમક વધારશે

મુંબઈ : વર્ષ 2026માં સોનાના ભાવ કઈ દિશામાં જશે? આ સવાલ અત્યારે વિશ્વભરના રોકાણકારો અને સામાન્ય જનતાના મનમાં ઘૂમરાઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં સોનાએ જે રીતે વળતર આપ્યું છે તે જોતા હવે વૈશ્વિક બ્રોકરેજ હાઉસે વર્ષ 2026 માટે પોતાનો આઉટલુક જાહેર કર્યો છે. કેટલાક નિષ્ણાતો માની રહ્યા છે કે સોનું આગામી વર્ષે તમામ રેકોર્ડ તોડી નાખશે, જ્યારે કેટલાક સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે.
: દુનિયાના ત્રણ મોટા ગ્લોબલ બ્રોકરેજ હાઉસ- Jefferies, Yardeni Group અને UBS- એ 2026 માટે ગોલ્ડ પ્રાઇસ ફોરકાસ્ટ જાહેર કર્યા છે. મોટાભાગના બ્રોકરેજ હાઉસનું માનવું છે કે વર્ષ 2026માં પણ સોનું મજબૂત રહેશે. ભૌગોલિક-રાજકીય તણાવ (Geo-political tension), ડોલરની સતત નબળાઈ અને સુરક્ષિત રોકાણ (Safe-haven asset) તરીકેની વધતી માંગને કારણે સોનાની ચમક ઓર વધવાની શક્યતા છે.
 ત્રણેય બ્રોકરેજ હાઉસના અંદાજ પરથી એક વાત સ્પષ્ટ છે કે સોનાના ભાવમાં મોટો ઘટાડો થવાની સંભાવના ઘણી ઓછી છે, જ્યારે તેજીની આશંકા વધુ છે. કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની સતત ખરીદી અને વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા સોનાને ટેકો આપી રહી છે. જો વૈશ્વિક બજારમાં વ્યાજદરમાં ઘટાડો થાય છે, તો સોનું રોકાણકારો માટે પ્રથમ પસંદગી બની શકે છે.
ચાલુ વર્ષે સોનાના ભાવ જે રીતે વધ્યા છે, તે જોતા 2026માં પણ સોનામાં રોકાણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જોકે, નિષ્ણાતો માને છે કે નવી ઉંચાઈઓ સર કરતા પહેલા માર્કેટમાં થોડું કરેક્શન જોવા મળી શકે છે, જે ખરીદી માટે ઉત્તમ તક હોઈ શકે છે. ટૂંકમાં, વર્ષ 2026માં સોનાના ભાવ નવી ઐતિહાસિક સપાટીને સ્પર્શે તેવા સંકેતો પ્રબળ છે.

(10:06 PM IST)