હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
T20 વર્લ્ડ કપના બહિષ્કારની ધમકી આપતા PCBને આઇસલેન્ડે સોશિયલ મીડિયા પર ખરાખર ટ્રોલ કર્યું; બાંગ્લાદેશના વિવાદમાં પાકિસ્તાન કૂદ્યું
સોશિયલ મીડિયા પર આઇસલેન્ડના આ કટાક્ષે પાકિસ્તાન બોર્ડની મુશ્કેલીમાં વધારો કર્યો

નવી દિલ્હી:ક્રિકેટના મેદાન પર ડ્રામા તો અવારનવાર જોવા મળે છે, પરંતુ હાલમાં મેદાનની બહાર જે હાઈ-વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે તેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) આગામી T20 વર્લ્ડ કપ ૨૦૨૬ના બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે આઈસીસીએ (ICC) બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરી તેની જગ્યાએ સ્કોટલેન્ડની એન્ટ્રી કરાવી. પાકિસ્તાન આ નિર્ણયથી એટલું નારાજ છે કે તેણે આખી ટૂર્નામેન્ટ છોડવાની ધમકી આપી દીધી છે.
જ્યારે પણ ક્રિકેટ જગતમાં કોઈ વિવાદ થાય, ત્યારે આઇસલેન્ડ ક્રિકેટનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પોતાના રમૂજી અંદાજ માટે જાણીતું છે. પાકિસ્તાનની આ ધમકી બાદ આઇસલેન્ડ ક્રિકેટે ટ્વિટ (X) પર પાકિસ્તાનને ટ્રોલ કરતા લખ્યું કે, "જો કોઈ ટીમ બહાર જવા માંગતી હોય, તો અમે (આઇસલેન્ડ) ઉડાન ભરવા માટે તૈયાર છીએ!" આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે અને ફેન્સ પાકિસ્તાનની મજાક ઉડાવી રહ્યા છે.
બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને અન્ય કારણોસર આઈસીસીએ બાંગ્લાદેશની ટીમને વર્લ્ડ કપમાંથી બહાર કરી દીધી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું માનવું છે કે આ નિર્ણય અન્યાયી છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાન જો વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરશે તો તેને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવું પડી શકે છે અને આઈસીસી તરફથી પણ કડક કાર્યવાહી થઈ શકે છે.
એક તરફ પીસીબી ચીફ મોહસિન નકવી કડક વલણ અપનાવી રહ્યા છે, તો બીજી તરફ સમાચાર મળી રહ્યા છે કે પાકિસ્તાની ખેલાડીઓ પોતે આ મૂંઝવણમાં છે. સોશિયલ મીડિયા પર આઇસલેન્ડના આ કટાક્ષે પાકિસ્તાન બોર્ડની મુશ્કેલીમાં વધારો કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાન ખરેખર ટૂર્નામેન્ટમાંથી હટી જશે કે પછી આ માત્ર એક 'ગીધડભભકી' સાબિત થશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
