<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

વૈશ્વિક શતરંજ પર ભારતની 'ગ્રાન્ડમાસ્ટર' ચાલ: રશિયા સાથે ૬૦ બિલિયન ડોલરની ગેસ ડીલ: ડોલર વગર વેપાર કરીને યુરોપને વેચશે ગેસ?

ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે ગેસ ખરીદશે અને તે જ ગેસ યુરોપિયન યુનિયન (ઈ.યુ.) ને વેચશે

નવી દિલ્હી/મોસ્કો: વૈશ્વિક અર્થતંત્રમાં ડૉલરના વર્ચસ્વને ઘટાડવા અને ભારતની સ્થિતિ મજબૂત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક મોટી કૂટનીતિક ચાલ ચાલી હોવાનો દાવો આર્થિક નિષ્ણાતો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવી રહ્યો છે. કેટલાક ડિજિટલ મીડિયા રિપોર્ટ્સ મુજબ, ભારતે રશિયા સાથે ૬૦ બિલિયન ડોલર (અંદાજે ૫ લાખ કરોડ રૂપિયા) ની ગેસ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે.
    યુરોપને ભારત વેચશે રશિયન ગેસ: આ ડીલની ખાસિયત એ છે કે ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે ગેસ ખરીદશે અને તે જ ગેસ યુરોપિયન યુનિયન (ઈ.યુ.) ને વેચશે. રિપોર્ટ્સ મુજબ, ભારતને પોતાની જરૂરિયાત કરતા વધુ ગેસ મળી રહ્યો છે, જ્યારે યુરોપને ગેસની સખત જરૂર છે. જે રીતે ભારતે રશિયન ક્રૂડ ઓઈલ ખરીદીને રિફાઈન કરી યુરોપને વેચ્યું હતું, તેવી જ રણનીતિ હવે ગેસ માટે અપનાવવામાં આવી રહી છે, તેવો દાવો આ વાઇરલ વિડીયો વાયરલ મેસેજમાં થઈ રહ્યો છે
    અમેરિકન ડોલરને ફટકો? આ સોદાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તેમાં ક્યાંય પણ અમેરિકન ડોલર (યુ.એસ.ડી.) નો ઉપયોગ કરવામાં આવશે નહીં. આ વેપાર સ્થાનિક કરન્સી અથવા અન્ય વિકલ્પો દ્વારા થશે, જે અમેરિકન અર્થતંત્ર અને ડોલરના પ્રભુત્વ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. નિષ્ણાતો આને ટ્રમ્પ અને અમેરિકન નીતિઓ સામે ભારતનો 'ચેકમેટ' ગણાવી રહ્યા છે.

 

(9:50 PM IST)