હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતનું ‘ડિપ્લોમેટિક મિશન’: ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં અડધો ડઝનથી વધુ દેશના વડાઓ ભારતની મુલાકાતે આવશે, દિલ્હીમાં જબરદસ્ત હલચલ: ન્યુઝ ફર્સ્ટ
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા, ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ, કેનેડાના પ્રધાનમંત્રી કાર્ની, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનો સમાવેશ: વિયેતનામ અને મ્યાનમારના રાષ્ટ્રપતિઓ પણ ભારત આવશે

નવી દિલ્હીમાં આગામી બે મહિના એટલે કે ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન જબરદસ્ત રાજદ્વારી હલચલ જોવા મળશે. ભારત સરકાર દ્વારા ડિપ્લોમેટિક આઉટરીચ ઝડપી બનાવવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અડધો ડઝનથી વધુ શક્તિશાળી રાષ્ટ્રોના વડાઓ ભારતની ધરતી પર ઉતરાણ કરશે.
આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતોમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા, ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ, કેનેડાના પ્રધાનમંત્રી કાર્ની, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (એમબીએસ) અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિયેતનામ અને મ્યાનમારના રાષ્ટ્રપતિઓ પણ ભારત આવશે. ઈટાલીના પ્રધાનમંત્રી મેલોની સાથે પણ ચર્ચાઓ ચાલી રહી છે અને તેમની તારીખો ટૂંક સમયમાં જાહેર થાય તેવી શક્યતા છે. આ મુલાકાતો વેપાર, સુરક્ષા અને વ્યૂહાત્મક ભાગીદારી માટે અત્યંત મહત્વની સાબિત થશે.
વૈશ્વિક સ્તરે ભારતની વધતી તાકાત અને મહત્વના આંતરરાષ્ટ્રીય કરારો માટે આગામી ૬૦ દિવસ દિલ્હીના પાવર કોરિડોર માટે અત્યંત વ્યસ્ત અને નિર્ણાયક બની રહેવાના છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
