News of Wednesday, 28th January 2026
સોનું બનશે રોકાણકારોની પહેલી પસંદ: ડચ બેંકે કરી મોટી આગાહી, સોનાનો ભાવ ૬,૦૦૦ ડોલરને આંબી જશે
નિષ્ણાંતો મુજબ વર્તમાન સમય સોનામાં રોકાણ માટે ‘ગોલ્ડન ટાઈમ’ સાબિત થઈ શકે

સોનાના ભાવમાં આગામી સમયમાં ઐતિહાસિક તેજી જોવા મળી શકે છે. બેંક ઓફ અમેરિકા બાદ હવે જર્મનીની દિગ્ગજ ડચ બેંકે પણ સોનાના ભાવ અંગે ચોંકાવનારી આગાહી કરી છે. બેંકના રિપોર્ટ અનુસાર, આ વર્ષે સોનાનો ભાવ પ્રતિ ઔંસ ૬,૦૦૦ ડોલરની સપાટીને સ્પર્શી શકે છે.
વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ભૂ-રાજકીય તણાવને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળી રહ્યા છે. જો આ આગાહી સાચી પડે તો ભારતીય બજારમાં પણ સોનાના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચશે. નિષ્ણાતો માને છે કે વર્તમાન સમય સોનામાં રોકાણ માટે ‘ગોલ્ડન ટાઈમ’ સાબિત થઈ શકે છે.
વિશ્વની મોટી બેંકો દ્વારા કરવામાં આવી રહેલી આ આગાહીઓ સોનાની ચમક હજુ વધુ વધશે તેવો સ્પષ્ટ સંકેત આપી રહી છે.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
