હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બંગાળની ખાડીમાં ભારત-રશિયાની 'દરિયાઈ દોસ્તી': ફેબ્રુઆરીમાં બંને દેશોના યુદ્ધજહાજો ગજવશે સમુદ્ર
'મિલાન-2026' કવાયતમાં રશિયન ફ્રિગેટ લેશે ભાગ; 18 થી 25 ફેબ્રુઆરી દરમિયાન વિશાખાપટ્ટનમ બંદર બનશે શક્તિપ્રદર્શનનું કેન્દ્ર

વિશાખાપટ્ટનમ, તા.૨૮ : હિંદ મહાસાગરમાં વધતી જતી વૈશ્વિક હિલચાલ વચ્ચે ભારત અને રશિયા ફરી એકવાર પોતાની સૈન્ય મિત્રતાનો પરિચય આપવા જઈ રહ્યા છે. રશિયાની સરકારી સમાચાર એજન્સી TASS ના અહેવાલ મુજબ, આગામી ફેબ્રુઆરી મહિનામાં બંને દેશોની નૌકાદળ બંગાળની ખાડીમાં સંયુક્ત કવાયત હાથ ધરશે. આ યુદ્ધાભ્યાસ દ્વારા બંને દેશો સમુદ્રી સુરક્ષા અને પરસ્પર સહયોગને વધુ મજબૂત બનાવશે.
ઓમાનથી ભારત તરફ રવાના થશે રશિયન જહાજ
રશિયન મેરીટાઇમ કોલેજના જણાવ્યા અનુસાર, રશિયન નૌકાદળના પેસિફિક ફ્લીટનું એક શક્તિશાળી ફ્રિગેટ આ કવાયતમાં ભાગ લેવા માટે સજ્જ છે. હાલમાં આ જહાજ ઓમાનના મસ્કત બંદર પર છે, જ્યાંથી તે ટૂંક સમયમાં ભારત તરફ રવાના થશે. આ જહાજ 'મિલાન-2026' (MILAN-2026) કવાયતમાં ભાગ લેવા માટે ખાસ ભારત આવી રહ્યું છે, જે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની વધતી વ્યૂહાત્મક ભૂમિકાને રેખાંકિત કરે છે.
વિશાખાપટ્ટનમમાં જામશે સંગમ
૧૮ થી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન રશિયન યુદ્ધજહાજ ભારતીય બંદર વિશાખાપટ્ટનમની મુલાકાત લેશે. આ સમયગાળા દરમિયાન બંને દેશોના નૌકાદળના અધિકારીઓ વચ્ચે ટેકનિકલ ચર્ચાઓ અને સંયુક્ત ઓપરેશનની તાલીમ યોજાશે. વિશાખાપટ્ટનમનું આ બંદર આ સપ્તાહ દરમિયાન ભારત અને રશિયાના સંરક્ષણ સંબંધોના નવા પ્રકરણનું સાક્ષી બનશે. આ મુલાકાતને 'બિનસત્તાવાર' ગણાવવામાં આવી હોવા છતાં, વ્યૂહાત્મક દૃષ્ટિએ તેને અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
