News of Thursday, 29th January 2026
રન વે દેખાતો ન હતો છતાં પણ લેન્ડિંગનું જોખમ કેમ લેવાયું ?
કિલયરન્સ પછી સિસ્ટમ ક્રેશ થઈ? અનેક સવાલો

મુંબઈ,તા.૨૯: અજિત પવારના પ્લેન ક્રેશ થવાની છેલ્લી મિનિટોની અત્યાર સુધી જે વિગતો બહાર આવી છે તે પછી અનેક સવાલો ઊભા થયા છે.
૧. પ્લેનને લેન્ડિંગ માટે ૮.૪૩ના ક્લિયરન્સ આપી દેવાયું હતું. પરંતુ તે પછી પાયલોટ તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો જ નહિ અને એક મિનિટમાં પ્લેન તૂટી પડ્યું હતું. ક્લિયરન્સ મળ્યા પછી સિસ્ટમમાં કોઈ ટેકનિકલ ખામી થઈ, પાયલોટે કન્ટ્રોલ ગુમાવ્યો કે પછી કોઈકોકપીટમાં કોઈ ઈમરજન્સી ઉભી થઈ હતી તે સવાલ ચર્ચાઈ રહ્યો છે.
૨. વિમાનના ક્રૂ દ્વારા અગાઉ જણાવાયું હતું કે તેમને રન વે દેખાતો જ નથી. મતલબ કે વાતાવરણ અતિશય ધૂંધળું હતું. આમ છતાં પણ લેન્ડિંગનું જોખમ કેમ લેવાયું તે એક સવાલ છે. સામાન્ય રીતે આવા સંજોગોમાં પાયલોટ પાછા ફરવાનું કે નજીકમાં સલામત એરપોર્ટ પર પ્લેન વાળવાનો નિર્ણય લેતા હોય છે. બારામતી એરપોર્ટના કોઈ ટેકનિકલ ડેટા પ્રાપ્ય નથી.
૩. લેન્ડિંગ ક્લિયરન્સ મળ્યા પહેલાં વિશે સતત મેસેજીસની આપલે કરી ક્રૂએ પવનની ગતિ તથા વિઝિાબલિટી હતી. તેમણે કેટલીક વિગતો માગી હતી. પરંતુ. ૮.૪૩ના ક્લિયરન્સ મળ્યા બાદ તેમણે કોમ્યુનિકેશન અચાનક બંધ કરી દીધું હતું. શું આ સમયે કોઈ કમ્યુનિકેશન ફેઈલ્યોર સર્જાયું હતું?
૪. એરપોર્ટના રનવે પાસે જ વિમાન અગન જવાળાઓમાં ઘેરાઈ ગયું હતું. શું આ વખતે કોઈ બર્ડ હિટ કે એન્જિન ફૈઈલ્યોર, ફયુઅલ લીક, ઈલેક્ટ્રિકલ ફાયર, કે પછી હાર્ડ લેન્ડિંગના કારણે ઈગ્નિશન ટ્રીગર થયું હોય તેવું બન્યું હતું?
૫. પાયલોટને તેમને નજરે ચઢતી વિઝિબિલિટી સ્થિતિ પ્રમાણે નિર્ણય લેવા જણાવાતું હોય છે. આ કિસ્સામાં શરુઆતમાં પાયલોટે રન વે દેખાતો હોવાનો ઈન્કાર કર્યો હતો. બાદમાં તેમને રનવે દેખાયો હતો. શું પ્લેન વધારે પડતી ઊંચાઈએ કે વધારે પડતાં દૂરથી લેન્ડિંગનાોે પ્રયાસ કરી રહ્યું હતું ?
અચાનક કોમ્યુનિકેશન બંધ કેમ થયું? એન્જિન ફેઈલ્યોર કે બર્ડ હિટની સંભાવના કેટલી તેવા પણ સવાલ.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
