હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાડાબાર કરોડની લક્ઝરી કારનો ઉત્સાહ બાદશાહને ૧૦-૧૫ મિનિટ જ રહ્યો હતો
રોલ્સ-રોયલ કલિનન ખરીદવાનો નિર્ણય બાદશાહને હવે ઉતાવળિયો લાગે છે, અફસોસ થાય છે

મુંબઈ,તા.૨૯:ગયા વર્ષે રેપર બાદશાહે રોલ્સ-રોયસ કલિનન સિરીઝ ખરીદી હતી અને એ ખરીદનાર તે પહેલો ભારતીય સંગીતકાર બન્યો હતો. આ સાથે તે મુકેશ અંબાણી, શાહરુખ ખાન અને અજય દેવગનની હરોળમાં આવી ગયો છે. જોકે હાલમાં એક ઇન્ટરવ્યુમાં બાદશાહે સ્વીકાર્યું હતું કે ૧૨.૪૫ કરોડ રૂપિયાની સ્ટાર્ટિગ પ્રાઇસ ધરાવતી આ લક્ઝરી ગાડી ખરીદવાનો નિર્ણય મેં ઉતાવળમાં લીધો હતો.
રોલ્સ-રોયસ કલિનનનો માલિક બન્યા પછીની લાગણી વિશે રેપર બાદશાહે કહ્યું હતું કે ‘મને લાગે છે કે કાર ખરીદવાનો નિર્ણય બહુ ઉતાવળિયો હતો. મેં તરત જ નક્કી કરી લીધું હતું કે આજે જ આ કાર ખરીદવી છે. કાર ખરીદતી વખતે બહુ પોઝિટિવ હતો. આ કાર સારી છે. ખરીદ્યા પછી એનો ઉત્સાહ મારે માટે ૧૦-૧૫ મિનિટ જ રહ્યો હતો અને પછી લાગ્યું કે હવે આગળ શું? મારા માટે કલિનન કાર ખરીદવી લાંબા ગાળાની ખુશી કરતાં વધુ એક સપનું પૂરું થવા જેવું હતું. મને એવું લાગે છે કે ટેકનીકલી જેકંઈ શ્રેષ્ઠ હોય એ મારી પાસે હોવું જોઈએ. જોકે આ વિચારસરણી હોવા છતાં મને એનાથી બહુ ખુશી મળતી નથી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
