<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

અમેરિકા બાદ સાઉથ આફ્રિકા પણ ભારત પર ૫૦ ટકા ટેરિફ ઝીંકશે

સાઉથ આફ્રિકા ચીન અને ભારતથી દેશમાં આવતા વાહનો પર આ ટેરિફ લાદવા માંગે છે કારણ કે તે સ્‍થાનિક ઓટોમોબાઈલ કંપનીઓ વધતી જતી વાહન આયાતની અસરથી ચિંતિત છે

નવી દિલ્‍હી,તા.૨૯:  અમેરિકા બાદ ભારત પર સાઉથ આફ્રિકા ૫૦ ટકા ટેરિફ લગાવે તેવી શકયતા છે. આ અંગે મળતી માહિતી મુજબ સાઉથ આફ્રિકા ભારત અને ચીનમાંથી આયાત કરતા વાહનો પર ભારે ટેરિફ લાદી શકે  છે.  આ અંગે અકે અહેવાલના જણાવ્‍યા અનુસાર સાઉથ આફ્રિકાનો  વેપાર, ઉદ્યોગ અને સ્‍પર્ધા વિભાગ આની સમીક્ષા કરી રહ્યો છે. સાઉથ આફ્રિકા ચીન અને ભારતથી દેશમાં આવતા વાહનો પર આ ટેરિફ લાદવા માંગે છે કારણ કે તે સ્‍થાનિક ઓટોમોબાઈલ કંપનીઓ વધતી જતી વાહન આયાતની અસરથી ચિતિત છે અને તેના ઉપાય પર ધ્‍યાન  કેન્‍દ્રિત કરી રહ્યું છે.

અહેવાલ મુજબ, આ દેશોમાંથી વાહનોના પ્રવાહને રોકવા અથવા ઘટાડવાનો પ્રયાસ કરવા માટે આંતરિક સમીક્ષા ચાલી રહી છે, જેનાથી સ્‍થાનિક કંપનીઓને ફાયદો થશે. નીતિ નિર્માતાઓનો દલીલ છે કે આ પગલાથી સ્‍થાનિક ઉદ્યોગમાં સ્‍પર્ધા ઓછી થશે, જેનો સ્‍થાનિક કંપનીઓને ફાયદો થશે.

આ વિભાગ ખાસ કરીને વર્લ્‍ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના મોસ્‍ટ ફેવર્ડ નેશન માર્ગદર્શિકા સાથે આયાત જકાત લાવવા માટે હાલની જકાત યાદીમાં સુધારાઓની તપાસ કરી રહ્યું છે. વાહનના ભાગોની આયાત માટે પણ જકાત વધારવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

હાલના ડેટા અનુસાર, ભારત અને ચીન દક્ષિણ આફ્રિકાને વાહનોના બે સૌથી મોટા આયાતકાર છે. વર્ષ  ૨૦૨૪ માં કુલ વાહન આયાતમાં ભારત અને ચીનનો હિસ્‍સો અનુક્રમે ૫૩ ટકા અને ૨૨ ટકા હતો. આ નોંધપાત્ર બજાર હિસ્‍સાને કારણે દક્ષિણ આફ્રિકાના સ્‍થિતીનું મૂલ્‍યાંકન કરી રહ્યું છે. છેલ્‍લા ચાર વર્ષોમાં  ચીનમાંથી આયાતમાં ૩૬૮ ટકાનો વધારો થયો છે, જ્‍યારે ભારતમાંથી આયાતમાં ૧૩૫ ટકાનો વધારો થયો છે. સૌથી તીવ્ર સ્‍પર્ધા એન્‍ટ્રી-લેવલ સેગમેન્‍ટમાં જોવા મળે છે. જ્‍યાં ઓછી કિમતની આયાત સ્‍થાનિક ઉત્‍પાદકોની નફાકારકતાને પડકારી રહી છે

 

 

(10:01 AM IST)