હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

દુબઇ,તા.૨૯: તાજેતરમાં ઇરાનમાં સરકાર વિરોધી દેખાવો અને ભૂ-રાજકીય તણાવની સ્થિતિ વચ્ચે વિદેશી હૂંડિયામણ બજારમાં ઇરાનના સત્તાવાર ચલણ રિયાલનું મૂલ્ય ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયું છે, રિયાલ ૧ અમેરિકન ડોલર સામે ગગડીને ૧૬ લાખનો દર નોંધાયો છે. આમ ડોલર સામે રિયાલ ઊંધે માથે પટકાયો હોવાનું જોવા મળે છે. ઇરાનમાં છેલ્લા એક મહિનાથી શાસક પક્ષ સામે દેખાવો યોજાઈ રહ્યા છે. દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ થવાથી અને મોંઘવારીએ માઝા મૂકતા યુવા વર્ગ દ્વારા વ્યાપક દેખાવો યોજાઈ રહ્યા છે. અગાઉ મંગળવારે સ્થાનિક ચલણ ૧ યુએસ ડોલરની સામે ૧૫ લાખ રિયાલ થયું હતું જ્યારે બુધવારે તે વધુ ગગડીને ૧૬ લાખ રિયાલનું ઐતિહાસિક નીચલું સ્તર જોવા મળ્યું હતું.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM