હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હવે કોણ સંભાળશે અજિત પવારની NCP? રાજકીય ભવિષ્યને લઈ ચિંતા
શરદ પવાર, પાર્થ કે પછી પ્રફુલ્લ પટેલ...

મુંબઇ તા.૨૯: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજિત પવારનું ૬૬ વર્ષની ઉંમરે બુધવારે સવારે એક પ્લેન અકસ્માતમાં નિધન થયું છે. તેઓ મુંબઈથી પ્રાયવેટ વિમાનમાં બારામતી જવા માટે નીકળ્યા હતા, જોકે લેન્ડિંગ વખતે વિમાનમાં ટેકનિકલ ખામી આવવાથી આ ગંભીર દુર્ઘટના બની છે. અજિત પવારના નિધનના સમાચાર સાંભળતા જ પવાર પરિવાર અને દાદાના ચાહકોમાં દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે.
નાયબ મુખ્યમંત્રી અજિત પવારે ભલે કાકા શરદ પવારની આંગળી પકડીને રાજકારણ શીખ્યું હોય, પરંતુ ભત્રીજાએ રાજકીય ઉડાન ભરવા માટે અલગ રાહ પસંદ કરી હતી. જોકે હવે તેમનું અચાનક નિધન થયા બાદ સવાલ ઉઠ્યો છે કે, હવે અજિત પવારની એનસીપી કોણ સંભાળશે?
અજિત અનંતરાવ પવાર મહારાષ્ટ્રના રાજકારણમાં માહિર ખેલાડી તરીકે ઓળખાતા હતા. તેઓ શરદ પવારની છત્રછાયા હેઠળ રાજકારણમાં આગળ વધ્યા, પરંતુ કાકા દિલ્હી જતા રહ્યા બાદ તેમણે માત્ર બારામતી જ નહીં, રાજ્યના રાજકારણમાં પણ પોતાની પક્કડ મજબૂત કરી હતી. આ જ કારણે તેઓ શરદ પવારના રાજકીય ઉત્તરાધિકારી મનાતા હતા.
જ્યારે શરદ પવારે રાજકીય વારસદાર તરીકે પુત્રી સુપ્રિયા સુલેને આગળ વધારી તો અજિત પવારે પોતાનો રસ્તો બદલી નાખ્યો હતો. તેમણે ૨૦૨૩માં કાકા પાસેથી આખી પાર્ટી છિનવી લીધી, જેમાં એનસીપીના તમામ મોટા નેતાઓએ શરદ પવારનો સાથ છોડીને અજિત પવાર સાથે જતા રહ્યા. હવે અચાનક તેમનું નિધન થયા બાદ એનસીપીના રાજકીય ભવિષ્યને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે
અજિત પવારે પાર્ટીના મજબૂત નેતાઓનો સાથ મેળવીને NCP પર કબજો જમાવ્યો હતો. અજિતની સાથે છગન ભુજબળથી લઈને પ્રફુલ્લ પટેલ, ધનંજય મુંડે, અદિતિ તટકરે, નરહરિ ઝિરવાલ, મકરંદ પાટિલ, બાલા સાહેબ પાટિલ, ઈન્દ્રનીલ નાઇક, સુનીલ તટકરે દત્તાત્રેય અને નિતિન લક્ષ્મણરાવ જાદવ જેવા દિગ્ગજ નેતાઓએ શરદ પવારનો સાથ છોડી દીધો હતો.
અજિત પવાર બાદ એનસીપીમાં નંબર બે પર પ્રફુલ્લ પટેલનું નામ આવે છે, પરંતુ છગન ભુજબલની રાજકીય પક્કડ મજબૂત હોવાના કારણે તેમને મહારાષ્ટ્ર સરકારમાં સામેલ કરવા પડ્યા હતા.
અજિત પવાર બાદ પ્રફુલ્લ પટેલ એનસીપીના રાજકીય વારસ હશે, તે પર શંકા છે. પ્રફુલ્લ પટેલ મોટા નેતા જરૂર છે, પરંતુ રાજ્યના રાજકારણમાં પાયાના નેતા તરીકે તેમની ઓળખ ક્યારે જોવા મળી નથી. તેઓ શરુઆતથી જ વ્હાઇટ કોલર અને એસી રૂમવાળું રાજકારણ કરે છે, જેના કારણે એનસીપીના નેતાઓ તેમને સમર્થન આપશે, તેવું લાગી રહ્યું નથી.
અજિત પવારના નિધન બાદ સવાલ એ છે કે, હવે પાર્ટીનું શું થશે? વાત માત્ર પાર્ટીની જ નહીં, તેમના રાજકીય વારસની પણ છે. અજિતના પત્ની સુનેત્રા પવાર હાલ રાજ્યસભા સાંસદ છે, પરંતુ તેમની રાજકીય સફર ખૂબ નાની છે. અજિત સુનેત્રાને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં લાવ્યા હતા. એટલે કે સુનેત્રાએ તેમની પ્રથમ લોકસભા ચૂંટણી લડી હતી અને તેઓ સુપ્રિયા સુલે સામે હારી ગયા હતા. ત્યારબાદ અજિતે તેમને રાજ્યસભા મોકલ્યા.
અજિત પવારના બે પુત્રો છે. એકનું નામ પાર્થ અને બીજાનું જય છે. અજિત પુત્ર પાર્થને પોતાના રાજકીય વારસદાર તરીકે રાજકારણમાં લાવ્યા. પાર્થ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પણ લડ્યા છે. જ્યારે જય પવાર બિઝનેસ કરે છે. અજિત પવારના રાજકીય વારસ તરીકે પત્ની સુનેત્રા અને પુત્ર પાર્થનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે, જોકે તેઓ બંને પાસે રાજકીય અનુભવ ઓછો છે. આવી સ્થિતિમાં તેઓ બંને માટે ફઘ્ભ્ને એક રાખીને ચાલવું મોટો રાજકીય પડકાર છે.
અજિત પવાર સાથે ગયેલા તમામ નેતાઓને રાજકારણમાં લાવવામાં સૌથી મોટો ફાળો શરદ પવારનો છે. છગન ભુજબળથી લઈને હસન મુશ્રીફ, ધનંજય મુંડે અને સુનીલ તટકરેના શરદ પવાર સાથે કેવા સંબંધો છે, તે જગજાણીતા છે. એટલું જ નહીં શરદ પવારે પ્રફુલ્લ પટેલને પણ રાજકારણમાં આગળ વધાર્યા હતા. આવી સ્થિતિમાં શું શરદ પવાર ફરીથી NCPને એક કરવા તરફ પગલાં લેશે?
જ્યારે અજિત પવાર હતા, ત્યારે એનસીપીના નેતાઓ તેમની સાથે હતા, પરંતુ હવે તે રહ્યા નથી, તો પછી શરદ પવાર ફરી એનસીપી પોતાના હાથમાં લઈ શકે છે. શરદ પવાર રાજકારણના માહિર ખેલાડી છે, તેમને દુશ્મનને દોસ્ત બનાવવાની પણ કળા આવડે છે. અજિતના નિધન બાદ તેઓ એનસીપીના તમામ નેતાઓને પોતાની સાથે લાવવાનો પ્રયાસ કરી શકે છે.
NCPના નેતાઓ પણ સમજે છે કે, તેમનું રાજકીય ભવિષ્ય કોના હાથમાં સુરક્ષિત હોઈ શકે છે. શરદ પવારના ખભે હવે માત્ર પરિવારને એક કરવાની જ નહીં, પરંતુ ફઘ્ભ્ને એક કરવાની પણ જવાબદારી આવી ગઈ છે. આ જ કારણે પવારના નિધન બાદ શરદ પવારથી લઈને સુપ્રિયા સુલે અને રોહિત પવાર સુધીના તમામ લોકો પરિવારની સાથે ઊભા છે. હવે જોવાનું એ છે કે, એનસીપીની કમાન કોણ સંભાળશે?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
