હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 29th January 2026
૨૭મી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી ઈઝરાયેલના પ્રવાસેઃ મિત્ર નેતન્યાહુ સાથે મુલાકાત યોજાશેઃ ન્યુઝ ફર્સ્ટ

નવી દિલ્હી તા.૨૯: ભારત અને ઈઝરાયેલ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ઈઝરાયેલની મુલાકાતે જઈ રહ્યા છે. સત્તાવાર રીતે તારીખની પુષ્ટિ થઈ ગઈ છે અને તે મુજબ ૨૭મી ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી ઈઝરાયેલ જવા રવાના થશે.
આ મુલાકાત દરમિયાન તેઓ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. હાલની વૈશ્વિક પરિસ્થિતિ અને મધ્ય પૂર્વના તણાવ વચ્ચે ભારત અને ઈઝરાયેલ વચ્ચેની આ બેઠક વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ, ટેકનોલોજી અને કૃષિ ક્ષેત્રે નવા કરારો થવાની પણ શક્યતા છે.
ફેબ્રુઆરીના અંતમાં યોજાનારી આ હાઈ-પ્રોફાઈલ મુલાકાત પર આખી દુનિયાની નજર રહેશે, કારણ કે બંને નેતાઓ વચ્ચેની મિત્રતા જગજાહેર છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
