<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

પ્રત્‍યેક ATMમાંથી વર્ષ ૨૦૨૫માં સરેરાશ કેશ વિડ્રોવલ રૂ.૧.૨૧ કરોડ

મુંબઈ તા.૨૯:  ઓટોમેટેડ ટેલર મશીન (ATM)માંથી કેશ વિડ્રોવલ ૨૦૨૫માં ઘટ્‍યું છે. જોકે તે સાથે જ એવરેજ વિડ્રોવલ ટિકિટ સાઈઝ વધી હોવાનું એક રિપોર્ટનું તારણ છે. સીએમએસ ઈન્‍ફો સિસ્‍ટમ્‍સના રિપોર્ટ અનુસાર ૨૦૨૫માં પ્રત્‍યેક એટીએમમાંથી સરેરાશ કેશ વિડ્રોવલ રૂ.૧.૨૧ કરોડનું રહ્યું હતું, જે ૨૦૨૪-૨૫માં રૂ.૧.૩૦ કરોડ હતું. સીએમએસ દેશભરમાં ૭૩,૦૦૦ એટીએમ મેનેજ કરે છે. કંપની અત્‍યાર સુધી નાણાકીય વર્ષ મુજબ ડેટા જાહેર કરતી હતી, હવે તે કેલેન્‍ડર વર્ષ મુજબ ડેટા જાહેર કરશે.

સીએમએસ કન્‍ઝમ્‍પ્‍શન રિપોર્ટ ૨૦૨૫ મુજબ એટીએમમાંથી સરેરાશ વિડ્રોવલ રૂ.૫૮૩૫ રહ્યું હતું, જે ૨૦૨૪માં ૫૫૮૬ હતું. આમ, તેમાં ૪.૫ ટકાનો વધારો થયો છે. કર્ણાટકમાં પ્રત્‍યેક એટીએમદીઠ સૌથી વધુ રૂ.૧.૭૩ કરોડ વિડ્રો થયા હતા, જ્‍યારે જમ્‍મુ-કાશ્‍મીરમાં સૌથી ઓછા ૮૩ લાખ વિડ્રો થયા હતા.

નાના શહેરો અને ગ્રામીણ વિસ્‍તારોમાં એટીએમમાંથી સરેરાશ રૂ.૧.૩૦ કરોડ વિડ્રો થયા હતા, જે મેટ્રો શહેરોમાં એટીએમદીઠ રૂ.૧.૧૮ કરોડ હતા. લોકોએ વીમા પેટે સૌથી વધુ વિડ્રોવલ કર્યું જેનું પ્રમાણ ૨૫ ટકા જેવું રહ્યું હતું. શિક્ષણ પાછળ ૭ ટકા, હોસ્‍પિટાલિટી પાછળ ૯ ટકા અને મીડિયા-એન્‍ટરટેઈનમેન્‍ટ પાછળ ૧૫ ટકા ખર્ચ કર્યો હોવાનું આ રિપોર્ટનું તારણ છે.

(1:17 PM IST)