ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલ ઇન્ડિયન ઇકોનોમિક ઝોન રદ કરતું બાંગ્લાદેશઃ ૨૦૧૫માં થયો હતો આ કરાર
બાંગ્લાદેશની વચગાળાની યુનુસ સરકારે રદ કર્યો આ ૯૬૦ કરોડ નો પ્રોજેક્ટઃ હાલમાં જ શેખ હસીના એ દિલ્હી માં કરેલ ભાષણ ને કારણે રદ કર્યા આ પ્રોજેક્ટ..??: બાંગ્લાદેશના બજારમાં પ્રવેશવાનું મુખ્ય દ્વાર હતું આ કરાર

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ બાંગ્લાદેશ ની વચગાળા ની યુનુસ સરકારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અગાઉ થયેલ રૂ ૯૬૦ કરોડનો ઇન્ડીયન ઇકોનોમિક ઝોન કરાર રદ કરેલ છે.
જેના માટે યુનુસ સરકારે એવું કારણ આપ્યું છે કે આ જગ્યા ઉપર ડેડિકેટેડ ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઝોન બનાવવા નુ નક્કી કર્યું છે, પરંતુ કહેવાય છે કે હાલમાં ભારત ના આશ્રય માં રહેતા શેખ હસીના એ દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજતા યુનુસ સરકારે નારાજ થઈ ને આ કરાર રદ કરેલ છે.
ઇન્ડીયન ઇકોનોમિક ઝોન કરાર થી બન્ને દેશોને અલગ અલગ રીતે ફાયદા ઓ થવાના હતા, શેખ હસીના સરકાર તૂટયા બાદ આમ પણ ભારત સાથે સારા સંબંધો નથી, છેલ્લા કેટલાય દિવસોથી ત્યાં હિન્દુ ઓ ઉપર અત્યાચાર થઈ રહ્યાં છે, મારામારી, લુંટફાટ, આગજની અને હત્યાઓના દોર વચ્ચે તેમની પાકિસ્તાન સાથેની વધતી દોસ્તી ભારત માટે આમપણ નુકસાન કારક જ છે ત્યાં આ કરાર રદ કરતા સંબધો વધુ બગડશે તેમ જણાય છે.
આ વેળા એ આવો આપણે આ કરાર વિશે જોઈએ ભારત અને બાંગ્લાદેશ સરકાર વચ્ચે જૂન ૨૦૧૫માં આ કરાર કરવા માં આવ્યો હતો , જેમાં બાંગ્લાદેશમાં ભારતીય ઉદ્યોગો માટે એક વિશેષ ઇકોનોમિક ઝોન સ્થાપવાની યોજના બનાવવામાં આવી હતી. બંને દેશે મળીને મિરશેરાઈ (ચિટાગોંગ, બાંગ્લાદેશ) માં એક ઇકોનોમિક ઝોન બનાવવા માટે સહમતિ આપી હતી અને જે માટે બાંગ્લાદેશે લગભગ ૯૦૦ એકર જમીન આ ઝોન માટે ફાળવી, અને ભારતે આ યોજના માટે લાઇન ઓફ ક્રેડિટ અને રોકાણ પ્રોત્સાહન આપ્યું હતું.
આ કરારનો મુખ્ય હેતુ હતો રોજગારીઓ અને ઉદ્યોગના વિસ્તરણનો, આ ઝોનથી બાંગ્લાદેશમાં ભારતીય કંપનીઓ ફેક્ટરીઓ, લોજાિસ્ટિક્સ અને સગા વ્યવસાય સ્થાપી શકે તે માટે મદદ મળી શકે છે, એટલુંજ નહી બંને દેશો વચ્ચે વેપાર વધુ મજબૂત બનાવવા, ખાસ કરીને બાંગ્લાદેશનું મોટું વેપાર કરવા માટે તેમજ વધુ ભારતીય રોકાણ આકર્ષવા માટે તેમજ દક્ષિણ એશિયા માં આર્થિક સહકારને વેગ, આ યોજના થી માત્ર બે દેશ જ નહી પરંતુ આસપાસના પ્રદેશોમાં રોકાણ અને કનેક્ટિવિટીની વૃદ્ધિ થનાર હતી, આ કરાર થી બન્ને દેશોને થનારા લાભ ને જોઈએ તો
ભારતને મળવાના લાભ
૧.ભારતીય કંપનીઓને વૈશ્વિક બજાર સુધી સરળ પહોંચ બાંગ્લાદેશમાં ઉત્પાદન કરીને યુરોપ, અમેરિકા અને અન્ય દેશોમાં ઓછા શુલ્કે નિકાસ શક્ય બનતી,ખાસ કરીને કપડા,ચામડું,ઓટો પાર્ટ્સ ફાર્મા, ઉદ્યોગોને વધુ ફાયદો હતો.
૨.ઉત્પાદન ખર્ચ ઓછો બાંગ્લાદેશમાં, મજૂરી ઓછી, જમીન સસ્તી કેટલાક ટેક્સમાં છૂટ હતી. ભારતીય ઉદ્યોગોને ઓછી કિમતમાં ઉત્પાદન કરવાની તક
૩.ભારતબાંગ્લાદેશ વેપાર ઘાટો ઘટાડવો ભારત બાંગ્લાદેશમાં વધુ નિકાસ કરે છે. આ ઝોન થી ભારતીય રોકાણ બાંગ્લાદેશમાં વધે વેપારમાં સંતુલન લાવવાનો પણ એક પ્રયાસ હતો.
૪. એક્ટ ઇસ્ટ પોલિસીને બળ પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારત માટે બાંગ્લાદેશ એક મુખ્ય આર્થિક દરવાજો હતો, આ ઝોન ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી ને મજબૂત બનાવતો હતો.
બાંગ્લાદેશને મળવાના લાભ
૧.મોટા પાયે રોજગાર ભારતીય કંપનીઓ ફેક્ટરી ઓ સ્થાપે હજારો સ્થાનિક લોકોને નોકરીઓ, ખાસ કરીને યુવાનો, ટેકનિકલ વર્કર્સ
૨.વિદેશી રોકાણ ભારત તરફથી, સીધું રોકાણ ટેક્રોલોજી અને મેનેજમેન્ટ સ્કિલ્સ બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાને મજબૂતી
૩.ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ,રસ્તા પોર્ટ કનેક્ટિવિટી,વીજળી અને લોજિસ્ટિક્સ આસપાસના વિસ્તારોનો વિકાસ
૪.નિકાસમાં વધારો ભારતીય કંપનીઓ દ્વારા બનેલા ઉત્પાદનો મેડ ઇન બાંગ્લાદેશ તરીકે નિકાસ બાંગ્લાદેશની વિદેશી આવક વધે, જ્યારે બંને દેશોને મળતા સામૂહિક લાભ, આર્થિક સહકાર મજબૂત, દક્ષિણ એશિયામાં સ્થિરતા, રાજકીય અને વ્યાપારિક સંબંધોમાં વિશ્વાસ, ચીન જેવા દેશોના પ્રભાવ સામે પ્રાદેશિક સંતુલન આવા અનેક લાભો બંને દેશોને થનારા હતા પરંતુ યુનુસ સરકારે આ કરાર રદ કરતા બંને દેશોને નુકસાન થશે જો આપણે આ નુકસાન વિશે જોઈએ તો
બાંગ્લાદેશને થયેલ નુકસાન
૧.રોજગાર અને રોકાણનો નુકસાન આ યોજના થી હજારો સ્થાનિક લોકોને નોકરી મળવાની હતી. ભારતીય કંપનીઓ નું ઝેર એફડીઆઈ આવવાનું હતું, જે હવે અટકી ગયું , જેને પગલે ઔદ્યોગિક વિકાસ ધીમો થશે.
૨.ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અટકી ગયો રોડ, પોર્ટ કનેક્ટિવિટી, વીજળી, લોજાિસ્ટિક્સ જેવી સુવિધાઓ વિકસવાની હતી. આ ઝોન રદ થતા એ વિસ્તાર પાછો ખેતી અથવા ખાલી જમીન બની ગયો.
૩.‘‘ભારત પર વધુ નિર્ભરતા'' નો રાજકીય ફાયદો પણ ગયો હસીના સરકાર માટે ભારત સાથે આર્થિક ભાગીદારી સ્ટેબિલિટી નું પ્રતીક હતી.
૪.કરાર રદ થતા સરકારને આંતરિક રાજકારણમાં દબાણ વધ્યું. જેની સામે ભારત માટે સૌથી મોટું નુકસાન એ ગણાય કે
૫.ચીન માટે જગ્યા ખાલી થઈ ભારતને પાછળ હટવું પડ્યું એટલે ચીન માટે બાંગ્લાદેશમાં વધુ રોકાણ કરવાની તક ખુલ્લી થઈ,ચીન પહેલેથી જ પોર્ટ, રોડ, પાવર પ્રોજેક્ટમાં ઘૂસી ગયું છે.
૬.નોર્થ-ઈસ્ટ ભારતને ફાયદો થવાનો મોકો ગયો, ઇન્ડિયન ઈકોનોમી ઝોન થી ભારતના નોર્થ, વેસ્ટ સ્ટેટ્સ માટે એક્સપોર્ટ ગેટવે બની શકતું. હવે આસામ, ત્રિપુરા, મિઝોરમ માટે વૈકલ્પિક માર્ગ બંધ. ભારત આ કરાર રદ થતા સૌથી મોટું નુક્સાન એ ગયું છે કે સૌથી વધુ ફાયદો ચીનને થશે તો કેવી રીતે એ સમજીએ
ચીન ભારતને ‘‘યુદ્ધથી નહીં, રોકાણથી'' પાછળ છોડી રહ્યું છે.
ચીનઃ પહેલા પૈસા, પછી પ્રભાવ જેની સામે
ભારતઃ પહેલા સંબંધ, પછી ધીમી અમલવારી જેની સામે
બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં ચીન નું $40+ બિલિયન ડોલરના પ્રોજેક્ટમાં ઘૂસી ગયું છે, પાયરા પોર્ટ,કર્ણફૂલી ટનલ (દક્ષિણ એશિયાની સૌથી મોટી અન્ડર વોટર ટનલ), પાવર પ્લાન્ટ્સ, હાઇવે, રેલવે, બ્રિજ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન
આ ઉપરાંત ચીન બીજું શું કરે છે?
તો મોટી લોન આપે, પ્રોજેક્ટ ચાઈનીઝ કંપની બનાવે,જો દેશ ચૂકવી ન શકે તો,લાંબા ગાળાનો કંટ્રોલ પોતાના પાસે રાખે. જેની સામે ભારતની લોન પ્રમાણ માં,નાની,પારદર્શકલોકલ શરતો સાથે જેથી ચીનનો પ્રભાવ વધારે દેખાય છે, બંદરો = સુરક્ષા = દબદબો બાંગ્લાદેશના બંદરોમાં ચીનની હાજરી એટલે, ભારતીય નૌકાદળ પર નજર, બંગાળની ખાડીમાં સ્ટ્રેટેજિક એડવાન્ટેજ ભારતને સીધો સૈન્ય ખતરો નહીં, પણ સ્ટ્રેટેજિક ઘેરાવ ચોક્કસ,ચીન ભારતને ‘‘શત્રુ'' તરીકે નહીં, ‘‘ધીમું પ્રતિસ્પર્ધી'' તરીકે હેન્ડલ કરે છે, જેથી આપણે વધુ સાવચેત રહેવું જોઈએ.
આ કરાર રદ થવાથી ફરી એકવાર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંબધો માં તણાવ વધશે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
