હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એડોબની એરટેલ સાથે ભાગીદારીઃ ૩૬ કરોડ ગ્રાહકોને એડોબ એકસપ્રેસ પ્રીમીયમ સબસ્ક્રિપ્શન એક વર્ષ મફત

નવી દિલ્હીઃ એડોબ એરટેલ ભાગીદારી એડોબ અને એરટેલે ભાગીદારી કરી છે, જેના હેઠળ સોફ્ટવેર કંપની ભારતી એરટેલના ૩૬૦ મિલિયનથી વધુ ગ્રાહકોને એક વર્ષ માટે એડોબ એક્સપ્રેસ પ્રીમિયમ મફત મળશે. આમાં એરટેલના પ્રીપેડ અને પોસ્ટપેઇડ ગ્રાહકો, એરટેલ એક્સસ્ટ્રીમ વપરાશકર્તાઓ અને DTH ગ્રાહકોનો સમાવેશ થાય છે.
આ ભાગીદારી ૩૬૦ મિલિયનથી વધુ ભારતીયોને આગામી ૧૨ મહિના માટે આશરે રૂ.૪,૦૦૦ નું મફત સબ્સ્ક્રિપ્શન પ્રદાન કરશે. એડોબ એક્સપ્રેસ એક કળત્રિમ ખ્ત્ આધારિત પ્લેટફોર્મ છે જે વિવિધ સાધનો અને ડિઝાઇન સુવિધાઓ પ્રદાન કરે છે. બંને કંપનીઓએ ભાગીદારીની જાહેરાત કરી અને એક વર્ષનું મફત એડોબ એક્સપ્રેસ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન જાહેર કર્યું. આ સેવા એરટેલની થેંક્સ એપ દ્વારા એક્સેસ કરી શકાય છે, અને એડોબ કહે છે કે આ મફત સેવાને સક્રિય કરવા માટે કોઈ ક્રેડિટ કાર્ડની જરૂર નથી. રસપ્રદ વાત એ છે કે, ગયા વર્ષે પરપ્લેક્સિટી પછી, એડોબ એરટેલ સાથે મફત સેવા માટે ભાગીદારી કરનારી બીજી કંપની છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
