હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બજેટ પહેલાં ડિમ્પલ યાદવનો સરકારને વેધક સવાલ: "જૂના વચનોનું શું થયું? આંકડા નહીં, જમીની હકીકત બતાવો"
મહિલા નાણામંત્રી બજેટ રજૂ કરે તે ગૌરવની વાત, પણ મોંઘવારી અને બેરોજગારીના ઉકેલનું શું? વિપક્ષે આર્થિક સર્વેક્ષણ પર પણ ઉઠાવ્યા ગંભીર સવાલો

નવી દિલ્હી : કેન્દ્રીય બજેટ રજૂ થાય તે પહેલાં જ દેશની રાજકીય ગલીઓમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ ડિમ્પલ યાદવે સરકારની આર્થિક નીતિઓ પર પ્રહાર કરતા કહ્યું છે કે, બજેટ માત્ર આંકડાઓની માયાજાળ ન હોવું જોઈએ. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે પાછલા બજેટમાં જનતાને આપવામાં આવેલા કેટલા વચનો ખરેખર પૂરા થયા છે?
ખેડૂતો અને યુવાનોના હિત પર ભાર
ડિમ્પલ યાદવે જણાવ્યું હતું કે, એક મહિલા નાણામંત્રી દેશનું બજેટ રજૂ કરી રહ્યા છે તે પ્રશંસનીય છે, પરંતુ જનતાને વાસ્તવિક લાભો ક્યારે મળશે તે વધુ મહત્વનું છે. તેમણે પૂછ્યું કે, આ બજેટમાં ગરીબો, મજૂરો, ખેડૂતો અને ખાસ કરીને બેરોજગાર યુવાનો માટે શું ખાસ જોગવાઈઓ છે? સપાના અન્ય સાંસદ ઝિયા-ઉર-રહેમાન બર્કે પણ સૂર પુરાવતા કહ્યું કે બજેટની કસોટી તેની સામગ્રી અને તેનાથી સામાન્ય માણસના જીવનમાં આવતા પ્રભાવ પરથી થશે.
આર્થિક સર્વેક્ષણ પર શંકાની સોય
માત્ર સમાજવાદી પાર્ટી જ નહીં, પણ બીજુ જનતા દળ (BJD) એ પણ સરકાર સામે મોરચો ખોલ્યો છે. રાજ્યસભાના સભ્ય સસ્મિત પાત્રાએ આર્થિક સર્વેક્ષણ અંગે પોતાની અપેક્ષાઓ વ્યક્ત કરતા કહ્યું કે, સરકારે દેશની આર્થિક સ્થિતિનું 'પ્રામાણિક' ચિત્ર રજૂ કરવું જોઈએ. તેમણે ડોલર સામે ઘટતા રૂપિયા, વધતી જતી મોંઘવારી અને બેરોજગારી જેવા પડકારોને અવગણવા સામે સરકારને ચેતવણી આપી છે.
શું બજેટ આશાસ્પદ રહેશે?
વિપક્ષી નેતાઓનું માનવું છે કે નાણાકીય માળખામાં રહેલી ખામીઓ અને મૂડી રોકાણની સમસ્યાઓ પર સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ. બજેટમાં કરવામાં આવતી જાહેરાતો લોકોના જીવનમાં પરિવર્તન લાવશે કે પછી માત્ર આંકડાકીય કવાયત બનીને રહી જશે, તે અંગે વિપક્ષે અત્યારથી જ આક્રમક વલણ અપનાવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
