હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હીમાં જામશે 22 આરબ દેશોનો મેળાવડો: ભારત પ્રથમવાર કરશે યજમાની, મધ્ય-પૂર્વના તણાવ વચ્ચે નવી રણનીતિ
10 વર્ષ બાદ ભારત-આરબ દેશોના વિદેશ મંત્રીઓ એક ટેબલ પર આવશે; ઉર્જા, શિક્ષણ અને સુરક્ષા જેવા મુદ્દે થશે આરપારની ચર્ચા

નવી દિલ્હી : વૈશ્વિક રાજકારણમાં ભારતનું કદ સતત વધી રહ્યું છે. મધ્ય-પૂર્વ (Middle East) માં ચાલી રહેલા ભારે તણાવની વચ્ચે ભારત આ શનિવારે રાજધાની દિલ્હીમાં એક ઐતિહાસિક બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ની સહ-અધ્યક્ષતામાં યોજાનારી આ બીજી ભારત-આરબ વિદેશ મંત્રીઓની બેઠકમાં તમામ 22 આરબ રાષ્ટ્રોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ પહેલીવાર છે જ્યારે ભારત આટલા મોટા સ્તરે આ બેઠકની યજમાની કરી રહ્યું છે.
શા માટે મહત્વની છે આ બેઠક?
છેલ્લે 2016માં બહેરીનમાં આવી બેઠક મળી હતી. પૂરા 10 વર્ષના અંતરાલ બાદ મળી રહેલી આ મિટિંગમાં અર્થતંત્ર, ઉર્જા સુરક્ષા અને સંસ્કૃતિ જેવા 5 મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ભારત 'આરબ લીગ'માં નિરીક્ષકનો દરજ્જો ધરાવે છે, તેથી આ બેઠક ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની છે. શુક્રવારથી જ વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે વાટાઘાટોનો દોર શરૂ થઈ જશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
