હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઇમરાન ખાનની આંખો પર મંડરાતું જોખમ? મધ્યરાત્રિએ જેલમાંથી હોસ્પિટલ ખસેડાતા પાકિસ્તાનમાં ખળભળાટ: સરકારે આપવી પડી સ્પષ્ટતા
PTI નો ગંભીર દાવો - 'ઇમરાન ખાન દ્રષ્ટિ ગુમાવી શકે છે': શાહબાઝ સરકારનું પલટવાર, કહ્યું - ૨૦ મિનિટની સામાન્ય તપાસ બાદ ફરી જેલ ભેગા કરાયા : અફવાઓ પર ન આપો ધ્યાન.

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ (PTI) ના સુપ્રીમો ઇમરાન ખાનની તબિયતને લઈને ફરી એકવાર પાકિસ્તાનનું રાજકારણ ગરમાયું છે. ૭૩ વર્ષીય ઇમરાન ખાન, જેઓ હાલ રાવલપિંડીની અદિયાલા જેલમાં સજા કાપી રહ્યા છે, તેમને શનિવારે મોડી રાત્રે કડક સુરક્ષા વચ્ચે ઇસ્લામાબાદની PIMS હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ તેમના સમર્થકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. પાકિસ્તાન સરકારના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે પુષ્ટિ કરી છે કે ખાનને આંખની બીમારીની સારવાર માટે જેલમાંથી બહાર લાવવામાં આવ્યા હતા, જ્યાં નિષ્ણાત ડોક્ટરોએ તેમની ૨૦ મિનિટ સુધી તપાસ કરી હતી
Shutterstock
ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફે આ મામલે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. પાર્ટીના જણાવ્યા અનુસાર, ઇમરાન ખાન 'સેન્ટ્રલ રેટિના વેઇન ઓક્લુઝન' (CRVO) નામની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. આ સ્થિતિમાં આંખની રેટિના નસમાં અવરોધ ઊભો થાય છે, જે જો સમયસર સારવાર ન મળે તો કાયમી અંધાપામાં પરિણમી શકે છે. પીટીઆઈના અધ્યક્ષ ગોહર ખાને આક્ષેપ કર્યો છે કે સરકાર ઇમરાન ખાનની સાચી તબિયત છુપાવી રહી છે અને પરિવારને પણ તેમના સ્વાસ્થ્ય વિશે પૂરતી જાણકારી આપવામાં આવતી નથી, જેના કારણે શંકાના વાદળો ઘેરાયા છે.
બીજી તરફ, શાહબાઝ સરકાર આ તમામ દાવાઓને સદંતર પાયાવિહોણા ગણાવી રહી છે. માહિતી મંત્રી તરારે જણાવ્યું કે ઇમરાન ખાનની તબિયત હાલ સંતોષકારક છે અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. ડોક્ટરોની સલાહ પર માત્ર 'રૂટિન ચેકઅપ' માટે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને જરૂરી તબીબી સૂચનાઓ આપીને ફરીથી જેલમાં પાછા મોકલી દેવાયા છે. જોકે, પાકિસ્તાનમાં અત્યારે એ ચર્ચા જોર પકડી રહી છે કે શું ખરેખર ઇમરાન ખાનની તબિયત ગંભીર છે કે પછી સરકાર પર દબાણ લાવવા માટે પીટીઆઈ આ મેડિકલ ઇમરજન્સીનો સહારો લઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
