હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાધ્વી પ્રેમ બાઈસાનું શંકાસ્પદ મોત: નિધનના 4 કલાક પછી સોશિયલ મીડિયા પર 'ન્યાય'ની માંગણી થતા રહસ્ય ઘેરાયું
અગ્નિપરીક્ષાનો ઉલ્લેખ કરતો વીડિયો વાયરલ; હોસ્પિટલને જાણ કર્યા વગર મૃતદેહ આશ્રમ લઈ જવાતા પોલીસ એક્શન મોડમાં

જોધપુર: રાજસ્થાનના જોધપુર સ્થિત બોરાનાડા આશ્રમના લોકપ્રિય સાધ્વી પ્રેમ બાઈસાના મોતના સમાચારથી હડકંપ મચી ગયો છે. બુધવારે સાંજે 5:30 કલાકે સાધ્વીના પિતા અને અન્ય એક વ્યક્તિ તેમને પાલ રોડ પરની પ્રેક્ષા હોસ્પિટલમાં લાવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરંતુ, આ ઘટનામાં રહસ્ય ત્યારે સર્જાયું જ્યારે હોસ્પિટલ સત્તાવાળાઓને પોલીસ જાણકારી આપે તે પહેલા જ પરિજનો મૃતદેહને આશ્રમ લઈ ગયા હતા.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, સાધ્વીના મૃત્યુના લગભગ ચાર કલાક પછી તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં 'ન્યાય' (Justice) ની માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં સાધ્વી કોઈ બાબતને લઈને 'અગ્નિપરીક્ષા' આપવાની વાત કરી રહ્યા છે. આ પોસ્ટ કોણે કરી અને તેની પાછળનો હેતુ શું હતો, તે હવે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.
સાધ્વી પ્રેમ બાઈસા મારવાડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં અનુયાયીઓ ધરાવતા હતા. તેમના શંકાસ્પદ નિધનને પગલે આશ્રમની બહાર સમર્થકોની ભીડ ઉમટી પડી છે. પોલીસના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાંથી મૃતદેહને ઉતાવળમાં લઈ જવો અને તે બાદ સોશિયલ મીડિયા પર ભેદી પોસ્ટ થવી એ આત્મહત્યા અથવા કોઈ મોટા કાવતરા તરફ ઈશારો કરે છે. હાલ પોલીસની સ્પેશિયલ ટીમ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરી રહી છે.
: પ્રેમ બાઈસા રાજસ્થાનમાં ખાસ કરીને મારવાડ વિસ્તારમાં પોતાની આગવી કથા શૈલી અને ભજનો માટે જાણીતા હતા. સોશિયલ મીડિયા પર પણ તેમની મોટી ફેન ફોલોઈંગ હતી. તેમના અચાનક વિદાયથી ભક્તોમાં ભારે રોષ અને આઘાતની લાગણી જોવા મળી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
