<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

સંગીતપ્રેમીઓ માટે આઘાતજનક સમાચાર: અરિજીત સિંહે ફિલ્મોમાં ગાવાને કહ્યું 'અલવિદા', વિરાટ કોહલીનું જૂનું નિવેદન થયું વાયરલ

"અરિજીતનો અવાજ મને મંત્રમુગ્ધ કરી દે છે" - કિંગ કોહલીના એ 'ફૅનબોય' શબ્દોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ; અવાજની દુનિયાના બાદશાહની વિદાયથી ફેન્સ ભાવુક

મુંબઈ: ભારતીય સંગીત જગતમાં પોતાની ભાવુક ગાયકીથી એક અલગ ઓળખ ઉભી કરનાર અરિજીત સિંહે ફિલ્મો માટે પ્લેબેક સિંગિંગ છોડવાનો મોટો નિર્ણય લીધો છે. વર્ષો સુધી એક પછી એક હિટ ગીતો આપ્યા બાદ, હવે અરિજીત ફિલ્મી પડદા પાછળ ગીતો ગાતો જોવા મળશે નહીં. આ સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા છે અને ચાહકો માટે આ પચાવવું મુશ્કેલ બની રહ્યું છે.
અરિજીતની નિવૃત્તિના સમાચાર વચ્ચે ભારતીય ક્રિકેટના સ્ટાર વિરાટ કોહલીની વર્ષ 2016ની એક જૂની પોસ્ટ સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થઈ રહી છે. વિરાટે ત્યારે લખ્યું હતું કે, "હું અરિજીત સિંહનો સૌથી મોટો ફેન છું. તેનો અવાજ મને મંત્રમુગ્ધ કરી દે છે." આજે જ્યારે આ ગાયક સન્યાસ લઈ રહ્યો છે, ત્યારે વિરાટના એ શબ્દો ફેન્સને ફરીથી યાદ અપાવી રહ્યા છે કે અરિજીત માત્ર સામાન્ય લોકો માટે જ નહીં, પણ સેલિબ્રિટીઝ માટે પણ કેટલા લોકપ્રિય હતા.
 સોશિયલ મીડિયા પર અત્યારે અરિજીતના સંગીત પ્રભાવ અને તેની સફરને યાદ કરીને ચાહકો પોસ્ટ શેર કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે અરિજીત વિના બોલિવૂડના રોમેન્ટિક અને સેડ સોંગ્સ અધૂરા રહી જશે. જોકે, અરિજીતે આ નિર્ણય શા માટે લીધો તે અંગે હજુ સુધી કોઈ વિગતવાર કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ સંગીત પ્રેમીઓ માટે આ એક યુગનો અંત છે.

(7:40 PM IST)