હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૈશ્વિક ચેસબોર્ડ પર ભારતની 'શહે અને માત': ટ્રમ્પના ખાસ લેફ્ટનન્ટ સર્જિયો ગોર મેદાનમાં : શું ભારત-અમેરિકા વચ્ચે જામશે નવી દોસ્તી?
બ્રિટિશ પીએમ સ્ટારમર અને શી જિનપિંગની નિકટતા જોઈ અમેરિકાને ફૂટ્યો પરસેવો: ભારત-EU કરાર બાદ વ્હાઇટ હાઉસ એક્શન મોડમાં : મહિનાઓથી ધૂળ ખાતી ફાઈલો અચાનક બહાર આવી: જયશંકર અને ગોર વચ્ચેની ગુપ્ત બેઠકે દુનિયાભરમાં જગાવી ઉત્સુકતા

નવી દિલ્હી: વૈશ્વિક રાજકારણના આકાશમાં અત્યારે ગજબના વળાંકો જોવા મળી રહ્યા છે. ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે થયેલા ઐતિહાસિક વેપાર કરારના ઠીક બે દિવસ બાદ, અમેરિકાએ તેના સૌથી વિશ્વસનીય અને પાવરફુલ લેફ્ટનન્ટ સર્જિયો ગોરને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરવા માટે 'એક્ટિવ' કર્યા છે. અત્યાર સુધી જે ભારત-અમેરિકા વેપાર સોદો ટેરિફ અને કડક શરતોના કારણે ઠંડા બસ્તામાં હતો, તેમાં અચાનક ગરમાવો આવ્યો છે. એસ. જયશંકરે આ બેઠક બાદ ટ્વીટ કરીને સંકેત આપ્યો કે બંને દેશો વચ્ચેની ભાગીદારી હવે એક નવા અને મજબૂત વળાંક પર છે. નિષ્ણાતો માને છે કે અમેરિકા હવે ભારતને ગુમાવવાનું જોખમ ઉઠાવી શકે તેમ નથી.
અમેરિકાની આ અચાનક વધેલી સક્રિયતા પાછળનું મુખ્ય કારણ લંડન અને બેઇજિંગ વચ્ચેની વધતી નિકટતા માનવામાં આવે છે. એકતરફ ભારત અને યુરોપ હાથ મિલાવી રહ્યા છે, તો બીજી તરફ બ્રિટિશ પીએમ કીર સ્ટારમર ચીન પહોંચીને શી જિનપિંગ સાથે મૈત્રીપૂર્ણ સંદેશાઓની આપ-લે કરી રહ્યા છે. વોશિંગ્ટનને હવે એ ડર સતાવી રહ્યો છે કે જો તેનો સૌથી નજીકનો સાથી બ્રિટન ચીન તરફ ઝુકશે અને યુરોપ ભારત સાથે મોટો વેપાર કરશે, તો અમેરિકા એકલું પડી જશે. આ જ કારણ છે કે ટ્રમ્પ વહીવટીતંત્રે પોતાની કડક નીતિઓ બાજુ પર મૂકીને સર્જિયો ગોર જેવા વ્યૂહરચનાકારને ભારત મોકલીને સંબંધોને ફરીથી જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે.
ભારતે જે રીતે અમેરિકાના દબાણને વશ થયા વગર યુરોપિયન યુનિયન સાથે 'મધર ઓફ ઓલ ડીલ્સ' પાર પાડી, તેણે સાબિત કરી દીધું છે કે નવી દિલ્હી હવે કોઈ એક મહાસત્તાના ઇશારે ચાલવા તૈયાર નથી. યુરોપિયન કંપનીઓ ભારતના વિશાળ બજાર પર કબ્જો જમાવી લે તે અમેરિકા માટે આર્થિક હાર સમાન ગણાશે. સર્જિયો ગોરની આ મુલાકાત એ વાતનું પ્રતીક છે કે હવે અમેરિકા પણ ભારત સાથેના વેપાર કરારને જલ્દીથી અંતિમ ઓપ આપવા માટે ઉતાવળું થયું છે. હવે જોવાનું એ રહેશે કે 'ટેરિફ કિંગ' ગણાતા ટ્રમ્પ ભારત માટે કેટલી નરમાશ બતાવે છે અને આ ત્રિપાંખિયો જંગ વિશ્વના અર્થતંત્રને કઈ દિશામાં લઈ જાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
