હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નીતિશ કેબિનેટનો મોટો નિર્ણય: SC-ST વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના દરમાં બમણો વધારો; ૩૧ દરખાસ્તોને મળી લીલીઝંડી
વર્ષ ૨૦૧૧ પછી પહેલીવાર લેવાયો નિર્ણય; ધોરણ ૧ થી ૧૦ ના લાખો વિદ્યાર્થીઓને થશે સીધો ફાયદો, સરકારી તિજોરી પર ₹૫૧૯ કરોડનો બોજ વધશે

પટના :મુખ્યમંત્રી નીતીશ કુમારની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં શિક્ષણ અને સામાજિક કલ્યાણના હિતમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટે કુલ ૩૧ પ્રસ્તાવોને મંજૂરી આપી છે, જેમાંથી સૌથી નોંધપાત્ર નિર્ણય અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના વિદ્યાર્થીઓ માટેની 'પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ' માં કરવામાં આવેલો વધારો છે. હવેથી આ કેટેગરીના વિદ્યાર્થીઓને મળતી આર્થિક સહાય અગાઉની સરખામણીએ બમણી કરી દેવામાં આવી છે.
આ શિષ્યવૃત્તિના દરો છેલ્લે વર્ષ ૨૦૧૧માં નક્કી કરવામાં આવ્યા હતા. છેલ્લા દોઢ દાયકામાં વધેલી મોંઘવારી અને શિક્ષણના ખર્ચને પહોંચી વળવા માટે આ દરોમાં સુધારો કરવો અનિવાર્ય બન્યો હતો. સરકારના આ નિર્ણયથી બિહારની તમામ સરકારી શાળાઓ તેમજ કાયમી માન્યતા પ્રાપ્ત શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ ૧ થી ૧૦ ના SC-ST વિદ્યાર્થીઓને નવું પ્રોત્સાહન મળશે.
નવા દરો લાગુ થવાને કારણે રાજ્ય સરકાર પર વાર્ષિક અંદાજે ₹૫૧૯.૬૪ કરોડનો આર્થિક બોજ આવશે. સરકારે આ રકમ મંજૂર કરી દીધી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ અને વંચિત સમુદાયના બાળકો શિક્ષણ અધવચ્ચે ન છોડે અને આર્થિક તંગી તેમના ભવિષ્યમાં અવરોધ ન બને તે સુનિશ્ચિત કરવાનો છે. કેબિનેટના આ નિર્ણયને આગામી ચૂંટણીઓ પૂર્વે માસ્ટરસ્ટ્રોક તરીકે જોવામાં આવી રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
