હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શેરબજારમાં આ સ્ટોક્સ મચાવશે ધૂમ: ટાટા મોટર્સ, વેદાંત અને ડિક્શન ટેક સહિત ૧૫થી વધુ શેરો પર રહેશે નજર; જાણો Q3 પરિણામોની પૂરી વિગત
વેદાંતનો નફો ૬૦% ઉછળ્યો, જ્યારે ટાટા મોટર્સ CV સેગમેન્ટના નફામાં ઘટાડો; સ્વિગીની ખોટ વધી અને ડાબરનું પ્રદર્શન રહ્યું સ્થિર

મુંબઈ: ભારતીય શેરબજારમાં આજે અનેક મોટી કંપનીઓના નસીબનો ફેંસલો થશે. ગુરુવારે બજાર બંધ થયા પછી જાહેર થયેલા ત્રીજા ક્વાર્ટરના (Q3) પરિણામોને કારણે ટાટા મોટર્સ, વેદાંત, સ્વિગી અને ડિક્શન ટેકનોલોજીસ જેવા શેરોમાં ભારે વોલેટિલિટી જોવા મળી શકે છે. બ્રોકરેજ હાઉસ અને નિષ્ણાતો આ ૧૫થી વધુ શેરોમાં તેજીની અપેક્ષા રાખી રહ્યા છે.
કોણ રહ્યું 'સુપરહિટ' અને કોણ 'ફ્લોપ'?
• વેદાંત : વેદાંતે અપેક્ષા કરતા ઘણું સારું પ્રદર્શન કર્યું છે. કંપનીનો ચોખ્ખો નફો ૬૦.૧% વધીને ₹૫,૭૧૦ કરોડ થયો છે. મજબૂત આવક અને માર્જિનને કારણે આ શેરમાં આજે તેજી જોવા મળી શકે છે.
• ટાટા મોટર્સ: ટાટા મોટર્સના કોમર્શિયલ વ્હીકલ (CV) બિઝનેસની આવક ૧૬% વધી છે, પરંતુ નફો ૪૮% ઘટીને ₹૭૦૫ કરોડ રહ્યો છે. જોકે, માર્જિનમાં સુધારો થયો હોવાથી રોકાણકારો મિશ્ર પ્રતિસાદ આપી શકે છે.
• ડિક્શન ટેક્નોલોજીસ: ઇલેક્ટ્રોનિક્સ સેગમેન્ટની આ કંપનીનો નફો ૬૮% વધીને ₹૨૮૭.૨ કરોડ થયો છે, જે બજારની અપેક્ષાઓ કરતા ઘણો સારો છે.
• સ્વિગી: ફૂડ ડિલિવરી દિગ્ગજ સ્વિગીની આવક ૫૪% વધી હોવા છતાં, કંપનીની ખોટ પણ વધીને ₹૧,૦૬૫ કરોડ થઈ છે.
ઓર્ડર અને MoU થી ગાજશે આ શેરો: પરિણામો ઉપરાંત બિઝનેસ ડીલ્સને કારણે પણ કેટલાક શેરો ચર્ચામાં રહેશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ને પવન હંસ તરફથી ₹૧,૮૦૦ કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે. જ્યારે HPCL એ બાયો-ગેસ પ્રોજેક્ટ માટે ઓઈલ ઈન્ડિયા સાથે સમજૂતી પત્ર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.
કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ક્ષેત્રે વોલ્ટાસ અને બ્લુ સ્ટારના નફામાં ઘટાડો નોંધાયો છે, જે આ સેક્ટરમાં નરમાઈના સંકેત આપે છે. બીજી તરફ, એફએમસીજી દિગ્ગજ ડાબરનો નફો ૭.૩% વધ્યો છે, જે ગ્રામીણ માંગમાં સુધારા તરફ ઈશારો કરે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
