<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

લડાખના હાનલેમાં ડાર્ક સ્કાઈ રિઝર્વ ઉપર આકાશ અચાનક લાલ રંગથી ભરાઈ ગયું :ખતરાના સંકેત કે નોર્ધન લાઈટ્સ?

વૈજ્ઞાનિકોની સાથે સામાન્ય લોકોને પણ ચોંકાવી દીધા: સોશયલ મીડિયા પર આ નજારાને નોર્ધન લાઈટ્સ કહીને વખાણવામાં આવ્યો

લડાખના હાનલેમાં આકાશ સામાન્ય રીતે ઘેરા વાદળી રંગમાં ડૂબેલું રહે છે. જ્યાં દૂરદૂર સુધી માત્ર તારાઓ અને આકાશગંગાઓ ચમકતી દેખાય છે. પરંતુ 19 અને 20 જાન્યુઆરીની રાત્રે કંઈક એવું થયું કે જેણે વૈજ્ઞાનિકોની સાથે સામાન્ય લોકોને પણ ચોંકાવી દીધા. હાનલે ડાર્ક સ્કાઈ રિઝર્વની ઉપર આકાશ અચાનક લાલ રંગથી ભરાઈ ગયું. સોશયલ મીડિયા પર આ નજારાને નોર્ધન લાઈટ્સ કહીને વખાણવામાં આવ્યો, પરંતુ હકીકત આનાથી ઘણી વધારે ગંભીર છે.

 

 

18 જાન્યુઆરીએ સૂર્યમાંથી એક બેહદ શક્તિશાળી એક્સ-ક્લાસ સોલર ફ્લેયર નીકળી, જેની સાથે ચુંબકીય વાયુઓનું એક વિશાળ વાદળ અંતરિક્ષમાં ફેલાયું. તેને કોરોનલ માસ ઈજેક્શન કહેવામાં આવે છે. આ સોલર વાદળ લગભગ 1700 કિલોમીટર પ્રતિ સેન્કડની ઝડપથી ધરતી તરફ આગળ વધ્યું અને માત્ર 25 કલાકમાં આપણાં વાતાવરણ સુધી પહોંચી ગયું. જ્યારે આ કણ ધરતીની મેગ્નેટિક ફીલ્ડથી ટકરાયા, તો જી-4 સ્તરના જિયોમેગ્નેટિક સ્ટોર્મ પેદા થયા. રિપોર્ટ્સ મુજબ, આ 2003 બાદનું સૌથી શક્તિશાળી સોલર રેડિએશન સ્ટોર્મ હતું.

 

 

સામાન્ય રીતે ધ્રુવીય વિસ્તારોમાં દેખાનાર ઑરોરા લીલા રંગનુંહોય છે, પરંતુ લડાખ જેવા નીચલા અક્ષાંશો પર લાલ રંગ જોવા મળે છે. આનું કારણ છે ઊંચાઈ પર રહેલા ઓક્સિઝન એટમ્સ, જે 300 કિલોમીટરથી વધારે ઉપર સોલર કણોથી ઉત્તેજિત થઈને લાલ પ્રકાશ છોડે છે. ઈસરો પ્રમાણે, જેમજેમ સૂર્ય પોતાની સોલર મેક્સિમમ તરફ આગળ વધી રહ્યો છે, આવા ઘટનાક્રમ હવે વધારે વખત જોવા મળે તેવી શક્યતા છે.

 

આ નજારો ભલે જોવામાં સુંદર લાગે છે, પરંતુ એ એટલો જ ખતરનાક પણ છે. જાન્યુઆરી-2026ની ઘટના એસ-4 શ્રેણીની સોલર રેડિયેશન સ્ટોર્મની હતી. નાસા અને ઈસરોના ડેટા જણાવે છે કે આવા તોફાન ધરતીના મેગ્નેટિક શીલ્ડને એઠલું દબાવી શકે છેકે જિયો સ્ટેશનરી સેટેલાઈટ્સ સીધા સોલર વિંડની ઝડપટમાં આવી જાય. આવી સ્થિતિમાં પાવર ગ્રિડમાં કરન્ટ પેદા થઈ શકે છે, જેનાથી બ્લેકઆઉટનો ખતરો રહે છે. સેટેલાઈ્ટસ પર અસર પડી શકે છે, જીપીએસ, બેન્કિંગ અને કમ્યુનિકેશન સિસ્ટમ પણ પ્રભાવિત થઈ શકે છે. આના સંદર્ભે તો આઈએસએસમાં રહેલા અંતરિક્ષ યાત્રીઓને પણ વધતા રેડિએશનને કારણે સુરક્ષિત સ્થાન પર શરણ લેવું પડયું.

 

ભારત આ ખતરાઓનો સામનો કરવા માટે પોતાની તૈયારી મજબૂત કરી રહ્યું છે. આદિત્ય એલ-1 મિશન એલ-1 પોઈન્ટ પર સૂર્ય પર સતત નજર રાખે છે. તેનાથી વૈજ્ઞાનિકોને 24થી 48 કલાક પહેલા ચેતવણી મળી શકે છે, જેથી સેટેલાઈટ્સને સેફ મોડમાં નાખી શકાય અને પાવર ગ્રિડને સુરક્ષિત કરી શકાય છે. જમીન પર પણ પાવર સિસ્ટમને મજબૂત કરાઈ રહ્યું છે. હાનલેમાં રહેલા ઈન્ડિયન એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી સેટેલાઈટ ડેટાની પુષ્ટિમાં મહત્વની ભૂમિકા નિભાવે છે.

 

હાનલે ભારતનું પહેલું ડાર્ક સ્કાઈ રિઝર્વ છે. પરંતુ વધતું પર્યટન અહીંનો સૌથી મોટો પડકાર બની રહ્યો છે. જો લાઈટ પોલ્યૂશન વધ્યું, તો આ વૈજ્ઞાનિક સંકેત ધુંધળા પડી શકે છે. હાનલેનું અંધરું જ આપણાં અંતરિક્ષથી આગામી ખતરાને સમય પર સમજવામાં મદદ કરે છે.

લડાખના આકાશમાં દેખાતી લાલ ચમક માત્ર એક ખૂબસૂરત તસ્વીર નહીં, પરંતુ ચેતવણી છે. સૂર્ય હવે જ્યારે સક્રિય થઈ રહ્યો છે અને આપણી ડિજિટલ દુનિયા જેટલી આધુનિક છે, એટલી જ નાજૂક પણ. આ સંકેતોને સમજવા અને સમય રહેતા તૈયાર કરવા હવે બેહદ જરૂરી થઈ ગયું છે.

(10:53 PM IST)