<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

અમરાવતીમાં ૧૯ ફેબ્રુઆરીએ ખુલશે ભારતની પ્રથમ 'એઆઈ' યુનિવર્સિટી

વૈશ્વિક કક્ષાના શિક્ષણ અને સંશોધન માટે અહીં અત્યાધુનિક લેબ્સ અને સુવિધાઓ તૈયાર કરવામાં આવી

નવી દિલ્હી : ભારત શિક્ષણ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. આંધ્ર પ્રદેશના અમરાવતી ખાતે દેશની સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) યુનિવર્સિટી આગામી ૧૯ ફેબ્રુઆરીના રોજ શરૂ થવા જઈ રહી છે. આ યુનિવર્સિટી સંપૂર્ણપણે એઆઈ, મશીન લર્નિંગ અને ડેટા સાયન્સના અભ્યાસક્રમો પર કેન્દ્રિત હશે. વૈશ્વિક કક્ષાના શિક્ષણ અને સંશોધન માટે અહીં અત્યાધુનિક લેબ્સ અને સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. આ પગલું ભારતના 'ડિજિટલ ઈન્ડિયા' મિશનને વેગ આપશે અને ભવિષ્યની ટેકનોલોજી માટે યુવા પેઢીને તૈયાર કરશે. આ યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કોર્સ ઉપલબ્ધ હશે, જેનો ઉદ્દેશ્ય ભારતમાં કુશળ એઆઈ પ્રોફેશનલ્સ તૈયાર કરવાનો છે.

(1:30 AM IST)