હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 30th January 2026
મેધા પાટકર દ્વારા કરાયેલા માનહાનિ કેસમાં દિલ્હીના એલજી વી.કે. સક્સેના નિર્દોષ જાહેર
કોર્ટે પુરાવાઓના અભાવે અને કાયદાકીય પાસાઓને ધ્યાનમાં રાખીને સક્સેનાને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા

નવી દિલ્હી :સામાજિક કાર્યકર મેધા પાટકર દ્વારા દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) વી.કે. સક્સેનાને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસ બે દાયકા કરતાં પણ વધુ જૂનો હતો, જેમાં મેધા પાટકરે આક્ષેપ કર્યો હતો કે વી.કે. સક્સેનાએ (જ્યારે તેઓ એનજીઓના વડા હતા ત્યારે) એક પ્રેસ રિલીઝ અને લેખ દ્વારા તેમની બદનક્ષી કરી હતી. જોકે, કોર્ટે પુરાવાઓના અભાવે અને કાયદાકીય પાસાઓને ધ્યાનમાં રાખીને સક્સેનાને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે. આ ચુકાદો વી.કે. સક્સેના માટે મોટી રાહત સમાન છે, કારણ કે તેઓ અત્યારે બંધારણીય હોદ્દા પર બિરાજમાન છે. મેધા પાટકર પક્ષે આ ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારવાની શક્યતાઓ ચકાસી રહી છે.
(1:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
