હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 30th January 2026
ઘરેલુ કામદારોના લઘુત્તમ વેતનને મૂળભૂત અધિકાર ગણવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર
ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે નીતિવિષયક બાબતોમાં કોર્ટ સીધી દખલ કરી શકે નહીં. કોર્ટે અવલોકન કર્યું હતું કે લઘુત્તમ વેતન નક્કી કરવું અને તેનો અમલ કરાવવો એ સરકારનું કામ છે.

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે ઘરેલુ કામદારો માટે લઘુત્તમ વેતનને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કરવાની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. અરજદારે બંધારણની કલમ ૩૨ હેઠળ દાખલ કરેલી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, ઘરેલુ કામદારોને મળતું ઓછું વેતન તેમના જીવન જીવવાના અધિકાર (કલમ ૨૧)નું ઉલ્લંઘન છે. જોકે, ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે નીતિવિષયક બાબતોમાં કોર્ટ સીધી દખલ કરી શકે નહીં. કોર્ટે અવલોકન કર્યું હતું કે લઘુત્તમ વેતન નક્કી કરવું અને તેનો અમલ કરાવવો એ સરકારનું કામ છે. આ માટે સંસદ અને શ્રમ વિભાગે યોગ્ય કાયદાકીય માળખું ઘડવું જોઈએ. કોર્ટે અરજદારને સંબંધિત સત્તામંડળ સમક્ષ રજૂઆત કરવાની છૂટ આપીને અરજીનો નિકાલ કર્યો હતો, જેનાથી લાખો ઘરેલુ કામદારો માટે સમાન વેતનની આશા પર હાલ પૂરતું પૂર્ણવિરામ મુકાયું છે.
(1:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
