હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડિજિટલ દુનિયામાં મોટો ડેટા બ્લાસ્ટ: ૧૪.૯ કરોડ ઈમેઈલ પાસવર્ડ થયા લીક; જાણો તમારું એકાઉન્ટ હેકર્સના નિશાના પર છે કે નહીં?
Gmail અને Facebook યુઝર્સ પર તોળાતું જોખમ; જૂની ચોરીઓને ભેગી કરીને બનાવાયો મહા-ડેટાબેઝ, 'Have I Been Pwned' પર આ રીતે કરો ચેક

રાજકોટ: છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને ટેક જગતમાં એક સમાચાર વાયુવેગે ફેલાઈ રહ્યા છે કે ૧૪૯ મિલિયન (૧૪.૯ કરોડ) લોકોના ઈમેઈલ અને પાસવર્ડ ડાર્ક વેબ પર લીક થયા છે. જોકે, આ કોઈ નવો હેક નથી, પરંતુ વર્ષોથી વિવિધ વેબસાઈટ્સ અને એપ્સ પરથી લીક થયેલા ડેટાને ભેગો કરીને બનાવવામાં આવેલી એક વિશાળ યાદી છે. આ ડેટામાં Gmail, Facebook, Instagram અને Netflix જેવા પ્લેટફોર્મના યુઝર્સની વિગતો હોવાનું મનાય છે.
ગભરાવાને બદલે સતર્કતા દાખવવી જરૂરી છે. તમારું એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં તે જાણવા માટે સાયબર સિક્યુરિટી એક્સપર્ટ ટ્રોય હન્ટ દ્વારા બનાવાયેલી વેબસાઈટ 'Have I Been Pwned' સૌથી ભરોસાપાત્ર છે. તમારે માત્ર આ વેબસાઈટ પર જઈને તમારું ઈમેઈલ આઈડી લખવાનું રહેશે. જો તમારો ડેટા લીક થયો હશે, તો આ સાઈટ કયા વર્ષમાં અને કઈ વેબસાઈટ પરથી તમારો પાસવર્ડ ચોરાયો હતો તેની વિગતવાર માહિતી આપશે.
જો તમારો ડેટા લીક થયો હોય, તો સૌથી પહેલા તે વેબસાઈટનો પાસવર્ડ બદલો. નિષ્ણાતો સલાહ આપે છે કે ક્યારેય તમામ એકાઉન્ટ્સ માટે એક જ પાસવર્ડ ન રાખવો જોઈએ. હેકર્સ 'ક્રેડેન્શિયલ સ્ટફિંગ' ટેકનિકનો ઉપયોગ કરીને એક લીક થયેલા પાસવર્ડથી તમારા અન્ય એકાઉન્ટ્સ પણ ખોલી શકે છે. દરેક એકાઉન્ટમાં 'ટુ-સ્ટેપ વેરિફિકેશન' (2FA) ચાલુ રાખવું અત્યંત અનિવાર્ય છે.
ઘણા બધા પાસવર્ડ યાદ રાખવા મુશ્કેલ હોય છે, તેથી '1Pass' જેવા પાસવર્ડ મેનેજર ટૂલ્સનો ઉપયોગ કરવો હિતાવહ છે. તે તમારા માટે મજબૂત પાસવર્ડ જનરેટ કરે છે અને તેને સુરક્ષિત રીતે સ્ટોર પણ કરે છે. યાદ રાખો, સાયબર સુરક્ષામાં જાગૃતિ એ જ સૌથી મોટું કવચ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
