<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

૨૦૩૫ સુધીમાં ભારત પાસે ૨,૨૫૦ વિમાનોનો કાફલો હશે: ઉડ્ડયન ક્ષેત્રે હરણફાળ

વર્ષ ૨૦૩૫ સુધીમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સિવિલ એવિયેશન માર્કેટ બની જશે

નવી દિલ્હી : ભારતીય નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર આગામી દાયકામાં અભૂતપૂર્વ વૃદ્ધિ સાક્ષી બનવા જઈ રહ્યું છે. તાજેતરમાં બહાર આવેલા અહેવાલો મુજબ, આગામી ૧૦ વર્ષમાં ભારતનો કોમર્શિયલ એરક્રાફ્ટ (વ્યાપારી વિમાનો)નો કાફલો ત્રણ ગણો વધીને ૨,૨૫૦ વિમાનો સુધી પહોંચી જશે. આ સાથે જ વર્ષ ૨૦૩૫ સુધીમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સિવિલ એવિયેશન માર્કેટ બની જશે. હવાઈ મુસાફરીમાં થઈ રહેલા સતત વધારા અને મધ્યમ વર્ગની વધતી આવકને કારણે એરલાઈન્સ કંપનીઓ મોટા પાયે નવા વિમાનોના ઓર્ડર આપી રહી છે. આ વિસ્તરણને પહોંચી વળવા માટે દેશભરમાં નવા એરપોર્ટ્સનું નિર્માણ અને હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે

(1:18 AM IST)