<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

ટ્રેડ યુનિયનોના કારણે અનેક ઔદ્યોગિક એકમો બંધ થયા: સીજેઆઈ સૂર્ય કાન્તનું આકરું વલણ

, "દેશમાં ટ્રેડ યુનિયનોના કારણે કેટલા ઔદ્યોગિક એકમો બંધ થઈ ગયા છે તેનો કોઈ હિસાબ છે? દેશના ઔદ્યોગિક વિકાસને રૂંધવામાં તેઓ મોટાભાગે જવાબદાર છે

નવી દિલ્હી : દેશના ઔદ્યોગિક વિકાસ અને શ્રમ સંગઠનોની ભૂમિકા અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી એક સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) સૂર્ય કાન્તે અત્યંત મહત્ત્વપૂર્ણ અને આકરી ટિપ્પણી કરી છે. તેમણે મૌખિક અવલોકન કરતા જણાવ્યું હતું કે, "દેશમાં ટ્રેડ યુનિયનોના કારણે કેટલા ઔદ્યોગિક એકમો બંધ થઈ ગયા છે તેનો કોઈ હિસાબ છે? દેશના ઔદ્યોગિક વિકાસને રૂંધવામાં તેઓ મોટાભાગે જવાબદાર છે." સીજેઆઈનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કામદારોના અધિકારો અને ઉદ્યોગોના હિતો વચ્ચે સંતુલન જાળવવાની ચર્ચા ચાલી રહી છે. કોર્ટની આ ટિપ્પણી ભવિષ્યમાં શ્રમ કાયદા અને યુનિયનોની કામગીરી અંગેના નિર્ણયોમાં મહત્વનો ભાગ ભજવી શકે છે, જે ઉદ્યોગ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

(1:34 AM IST)