હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 30th January 2026
વિવિધ રાજ્યોમાં 'સર' (એસઆઈઆર) કાયદાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
અરજદારોએ દલીલ કરી હતી કે, આ કાયદાઓ ખેડૂતોની સંમતિ વિના જમીન લેવાની સત્તા આપે છે જે લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ છે.

નવી દિલ્હી : દેશના વિવિધ રાજ્યોમાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (એસઆઈઆર) એક્ટ હેઠળ જમીન સંપાદન અને ખેડૂતોના અધિકારોને લઈને થયેલી અનેક અરજીઓ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ઔદ્યોગિક વિકાસ માટે બનાવાયેલા એસઆઈઆર કાયદાઓની બંધારણીય માન્યતાને પડકારતી પીટીશનોમાં અરજદારોએ દલીલ કરી હતી કે, આ કાયદાઓ ખેડૂતોની સંમતિ વિના જમીન લેવાની સત્તા આપે છે જે લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે તમામ પક્ષકારોની વિસ્તૃત દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. આ ચુકાદો દેશભરના મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ અને જમીન માલિકોના ભવિષ્ય પર ઘેરી અસર કરશે.
(1:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
