<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

દિલ્‍હીમાં કાલથી ત્રણ દિ' ગાજવીજ સાથે વરસાદ.

૧ ફેબ્રુઆરી સુધી વાયુ ગુણવત્તા અત્‍યંત ખરાબ રહેશે

નવી દિલ્‍હી : હવામાન વિભાગ (આઈ એમ ડી) દ્વારા રાજધાની દિલ્‍હીમાં ફરી એકવાર વરસાદની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી છે. વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ (પヘમિી વિક્ષેપ) ને કારણે ૩૧ જાન્‍યુઆરીથી ૨ ફેબ્રુઆરીની વચ્‍ચે દિલ્‍હીમાં ગાજવીજ સાથે વરસાદ અને તોફાન આવવાની શક્‍યતા છે.

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, ૩૧ જાન્‍યુઆરીના રોજ લઘુત્તમ તાપમાન ૭ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૦ ડિગ્રીની આસપાસ રહેવાની શક્‍યતા છે.

દિલ્‍હીમાં આ વર્ષે જાન્‍યુઆરી મહિનામાં કુલ ૨૪ મિમી વરસાદ નોંધાયો છે, જે ૨૦૨૨ બાદ જાન્‍યુઆરી મહિનાનો સૌથી વધુ વરસાદ છે. ૨૩ જાન્‍યુઆરીના રોજ ૧૯.૮ મિમી વરસાદ ખાબક્‍યો હતો. વરસાદ અને વાદળછાયા વાતાવરણ છતાં દિલ્‍હીની હવામાં સુધારો થયો નથી. સેન્‍ટ્રલ પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડ ના આંકડા મુજબ, દિલ્‍હીનો સરેરાશ વાયુ ગુણવત્તા સૂચકાંક (એકયુઆઈ) ૨૨૬ નોંધાયો છે જે ખરાબ શ્રેણીમાં આવે છે, જ્‍યારે પૂસા વિસ્‍તારમાં એકયુઆઈ ૩૦૯ સાથે અત્‍યંત ખરાબ શ્રેણીમાં પહોંચી ગયો છે.

૧ ફેબ્રુઆરી સુધી વાયુ ગુણવત્તા અત્‍યંત ખરાબ રહેવાની સંભાવના છે.

(11:21 AM IST)