હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૨૦૨૬નું વર્ષ સામાન્ય ખગોળીય ઘટના નહિઃ હાઇ રિસ્ક પિરિયડ સાબિત થશે?
૨૦૨૬માં આકાશમાં રચાશે ‘મહાવિનાશ'ની બ્લૂપ્રિન્ટઃ ફેબ્રુઆરીમાં ગ્રહોના ભયાનક મેળાપથી વિશ્વયુદ્ધ, સાયબર એટેક અને આર્થિક મહામંદીની પૂરી શકયતા?

કુંભ રાશિમાં ચાર ગ્રહોનો જમાવડો અને છાયા ગ્રહણ
ફેબ્રુઆરી ૨૦૨૬ના પ્રથમ પખવાડિયામાં કુંભ રાશિ (વાયુ તત્વ) એક જાટિલ પ્રયોગશાળા બનવા જઈ રહી છે. અહીં સૂર્ય, બુધ, શુક્ર અને રાહુનો એકસાથે જમાવડો થશે. શાષીય ભાષામાં આને 'સામૂહિક ગ્રહ-સંઘર્ષ' માનવામાં આવે છે. સૂર્ય (સત્તા અને આત્મા) અને રાહુ (ભ્રમ) નો આ સંયોગ વૈશ્વિક નેતૃત્વની નિર્ણય ક્ષમતા પર છાયા ગ્રહણ સમાન સાબિત થશે. રાહુની હાજરીને કારણે મોટા દેશોના નેતાઓ અહંકાર પ્રેરિત ખોટા નિર્ણયો લઈ શકે છે, જેનાથી સંધિ અને સમજૂતીઓ તૂટી શકે છે. આ યુતિને કારણે વિશ્વભરમાં મોટો ગ્લોબલ સાયબર આઉટેજ અથવા ડિજિટલ નાણાકીય સંસ્થાઓ ક્રેશ થવાની પ્રબળ શક્યતાઓ છે. મિસઇન્ફર્મેશન અને ફેક ન્યૂઝ દ્વારા યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ શકે છે.
મીન રાશિમાં શનિઃ દરિયાઈ સીમાઓ પર સંઘર્ષ
ન્યાયના દેવતા શનિ મીન રાશિમાં (જળ તત્વની અંતિમ રાશિ) ગોચર કરી રહ્યા છે, જે મોક્ષ અને વિનાશનું પ્રતીક છે. શનિની આ સ્થિતિ સમુદ્ર માર્ગો, શિપિગ લાઈન્સ અને જળસ્ત્રેતો માટે કઠિન પરીક્ષા સમાન છે. દક્ષિણ ચીન સાગર, લાલ સાગર અને હિદ મહાસાગરમાં જહાજોની અવરજવર પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. ભવિષ્યમાં પાણીની વહેંચણી અને દરિયાઈ સીમા વિવાદ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બની શકે છે. આ સમયગાળામાં ક્રૂડ ઓઈલ અને શિપિગ ઉદ્યોગમાં પુરવઠા સંબંધી મોટી બાધાઓ આવી શકે છે.
૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬: મંગળનો ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ અને યુદ્ધનો ભય
તારીખ ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સેનાપતિ ગ્રહ મંગળ પોતાના જ નક્ષત્ર ધનિષ્ઠામાં પ્રવેશ કરશે. આ ઘટના ઉર્જાને વિસ્ફોટક બનાવશે. મંગળનું આ ભ્રમણ સીધેસીધા યુદ્ધની અનિવાર્યતા ભલે ન દર્શાવતું હોય, પરંતુ તે સૈન્ય ઉકસામણી (મિલિટરી પ્રોવોકેશન) ની પરાકાષ્ઠા હશે. સીમાઓ પર ગોળીબાર, મિસાઈલ તૈનાતી અને તેલ રિફાઈનરીઓ કે દારૂગોળાના ગોદામોમાં અચાનક આગ લાગવાની ઘટનાઓ સામાન્ય બની શકે છે. વાયુ તત્વ (કુંભ) અને અગ્નિ તત્વનો આ મેલ વિમાન દુર્ઘટનાઓ અને ટેકનિકલ ખામીઓને કારણે થતા વિસ્ફોટો તરફ પણ ઈશારો કરે છે.
સિંહ રાશિમાં કેતુઃ નેતૃત્વ સંકટ અને સત્તા પરિવર્તન
બીજી તરફ સિહ રાશિમાં કેતુની ઉપસ્થિતિ સત્તા અને પ્રતિષ્ઠા પર બેઠેલા લોકો માટે અશુભ સંકેત છે. કેતુ જ્યારે સિહ રાશિમાં હોય છે ત્યારે તે નેતાઓના અચાનક પતનનું કારણ બને છે. ૨૦૨૬ના મધ્ય સુધીમાં વિશ્વના અનેક પ્રમુખ દેશોના શીર્ષ નેતાઓના રાજીનામા, તખ્તાપલટ અથવા તેમની શાખમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે. યુએન કે નાટો જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં વિખવાદ અને 'લીડરશિપ વેક્યૂમ' (નેતૃત્વ શૂન્યતા) સર્જાઈ શકે છે.
આ ગ્રહોની સ્થિતિ શેરબજાર અને અર્થતંત્ર માટે અત્યંત જોખમી છેઃ
ટેકનોલોજી સેક્ટરઃ વાયુ તત્વ પ્રભાવિત હોવાથી આઈટી, કરન્સી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સ્ટોક્સમાં શોકિંગ કડાકો આવી શકે છે.
ક્રૂડ અને કોમોડિટીઃ શનિના પ્રભાવને કારણે તેલના ભાવમાં અચાનક ઉછાળો અને સપ્લાય ચેઈનમાં વિક્ષેપ પડશે.
બેંકિગ સેક્ટરઃ અગ્નિ તત્વ અને કેતુના પ્રભાવને કારણે બેંકિગ સેક્ટરમાં વિશ્વાસની કમી જોવા મળશે અને આર્થિક અસ્થિરતા સર્જાશે.
શેરબજારમાં શોકિંગ કડાકા અને ૧૯૩૯ જેવા યુદ્ધના એંધાણઃ ૨૦૨૬ માટે જ્યોતિષીય ચેતવણી અને સુરક્ષાના ઉપાયો
ફેબ્રુઆરી ૨૦૨૬માં સર્જાનારી ગ્રહોની યુતિ માત્ર કુદરતી આફતો કે સરહદી તણાવ પૂરતી સીમિત નથી, પરંતુ તે વૈશ્વિક બજાર અને સામાન્ય નાગરિકોના આર્થિક જીવન પર પણ ઘાતક અસર કરી શકે છે. તાજેતરમાં પ્રાપ્ત વિશેષ જ્યોતિષીય વિશ્લેષણ મુજબ, પંચતત્વોના અસંતુલનને કારણે બજારની સ્થિતિ કોઈ ભંવરથી ઓછી નહીં હોય.
બજાર અને અર્થતંત્ર પર પંચતત્વોનો પ્રકોપઃ આઈટી અને બેંકિગ સેક્ટર પર જોખમ
જ્યોતિષીય ગણતરી મુજબ બજારનું વિશ્લેષણ પંચતત્વોના આધારે કરવામાં આવ્યું છે, જે નીચે મુજબની ભયાનક સ્થિતિ દર્શાવે છેઃ
વાયુ તત્વ અને ટેકનોલોજીઃ કુંભ રાશિમાં ચાર ગ્રહોના દબાણને કારણે વાયુ તત્વ પ્રબળ બનશે. જેના પરિણામે આઈટી કરન્સી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં ભારે ઉથલપાથલ જોવા મળશે. ટેકનોલોજી સ્ટોક્સમાં 'શોકિગ' ઘટાડો અને ક્રિપ્ટો માર્કેટમાં મોટી અસ્થિરતા આવવાની શક્યતા છે.
અગ્નિ તત્વ અને બેંકિગઃ સિંહ રાશિમાં કેતુના પ્રભાવને કારણે અગ્નિ તત્વ પ્રભાવિત થશે. આ સ્થિતિ બેંકિગ સેક્ટરમાં વિશ્વાસનો અભાવ પેદા કરશે, જેના કારણે લોકો બેંકો પર ભરોસો ગુમાવી શકે છે. બીજી તરફ, સોનાની કિમતોમાં ઐતિહાસિક તેજી જોવા મળી શકે છે.
પૃથ્વી તત્વ અને ખેતીઃ વૃષભ રાશિ પર ગુરુની દ્રષ્ટિને કારણે રિયલ એસ્ટેટ એટલે કે જમીનના ભાવમાં સ્થિરતા રહેશે, પરંતુ કૃષિ ઉત્પાદનનો ખર્ચ વધશે.
ડિમાન્ડ કોલેપ્સઃ ઘરેલુ બજારમાં રૂ, ગોળ, ખાંડ, ઘી અને તેલ જેવી જીવનજરૂરી વસ્તુઓમાં મંદી જોવા મળી શકે છે. અર્થવ્યવસ્થામાં ડિમાન્ડ કોલેપ્સ (માંગ તૂટવી) ના સંકેત છે. જ્યારે પાયાની વસ્તુઓના ભાવ ગગડે છે, ત્યારે તે ખેડૂતો માટે મોટી આર્થિક કે આપદા સમાન સાબિત થાય છે, જે અંતે મોટા નાગરિક અસંતોષનું કારણ બની શકે છે.
ભૂ-રાજકીય તણાવઃ દક્ષિણની આગ અને ઉત્તર-પૂર્વમાં સંઘર્ષ
ફેબ્રુઆરી ૨૦૨૬માં ભૌગોલિક સુરક્ષાની દ્રષ્ટિએ પણ ગંભીર પડકારો છે. ભારતના દક્ષિણ ભાગ (ઈન્ડો-પેસિફિક) અને મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) દેશોમાં તણાવ તેની ચરમસીમા પર હશે. ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યોમાં શાસન અને ક્લેશ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આંતરિક સુરક્ષામાં મોટી ચૂક અથવા વિદેશી તાકાતો દ્વારા ફેલાવવામાં આવેલા ભ્રમ (રાહુનો પ્રભાવ) ને કારણે અશાંતિ ફેલાઈ શકે છે. કેતુના સિહ રાશિમાં હોવાને કારણે આંતરિક પ્રશાસને પોતાની શાખ બચાવવા માટે કડક અને અપ્રિય નિર્ણયો લેવા પડી શકે છે.
શું ૧૯૧૪ અને ૧૯૩૯ જેવો ઇતિહાસનું પુનરાવર્તન થશે?
જ્યોતિષીય ઇતિહાસની સરખામણી કરીએ તો, વર્ષ ૧૯૧૪ અને ૧૯૩૯ બંને સમયગાળામાં શનિ અને રાહુ વચ્ચે કઠોર સંઘર્ષકારી સંબંધ હતો. ૧૯૩૯માં આ સંબંધ ષડાષ્ટક પ્રકૃતિનો હતો. વર્ષ ૨૦૨૬માં મીન રાશિમાં શનિ અને કુંભમાં રાહુ હોવાને કારણે સામૂહિક વ્યવસ્થા પાપ-કર્તરી જેવા દબાણમાં આવી જશે. આ યોગ ભલે શાષાીય દ્રિ-દ્વાદશ યોગ ન હોય, પરંતુ ફલિત સ્તરે તે હાનિ, ગુપ્ત સંઘર્ષ અને અપ્રત્યક્ષ યુદ્ધ (પ્રોક્સી વોર) જેવી સ્થિતિ જ ઉત્પન્ન કરે છે, જેવી સ્થિતિએ અગાઉ વિશ્વને યુદ્ધ તરફ ધકેલ્યું હતું.
વધુમાં, મિથુન રાશિના ગુરુ અને મીન રાશિના શનિ વચ્ચેનો કેન્દ્ર સંબંધ દર્શાવે છે કે આગામી યુદ્ધમાં માહિતી એક હથિયાર બનશે. આ હાઈબ્રિડ વોરનો સમય હશે.
સર્વાઈવલ ગાઈડઃ નાગરિકો માટે જાગરૂકતા અને સુરક્ષાના સૂત્રો
આ જ્યોતિષીય આગાહીનો ઉદ્દેશ્ય માત્ર ભય ફેલાવવાનો નથી, પરંતુ ચેતવણી આપવાનો છે. ૨૦૨૬ના આ જોખમી કાળમાં નાગરિકોએ નીચે મુજબની સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છેઃ
આર્થિક સુરક્ષાઃ પોતાની તમામ પૂંજી માત્ર ડિજિટલ પ્લેટફોર્મ પર ન રાખવી. ભૌતિક સોનું અને સંચિત અનાજ આવી વિકટ સ્થિતિઓમાં તમારી અસલી શક્તિ સાબિત થઈ શકે છે.
માહિતીની ખરાઈઃ રાહુના પ્રભાવને કારણે ડીપ ફેક અને ભ્રામક સમાચારો યુદ્ધ ભડકાવવાનું કામ કરશે. કોઈપણ શોકિંગ સમાચાર પર ત્વરિત પ્રતિક્રિયા આપવાથી બચવું.
રાષ્ટ્રીય સુરક્ષાઃ શાસકોના અંગત જીવન કે પ્રતિષ્ઠા સાથે જોડાયેલા વિવાદો સામે આવી શકે છે, જે રાષ્ટ્રની સુરક્ષાને અસર કરે છે. નાગરિક તરીકે રાષ્ટ્રીય અખંડિતતા પ્રત્યે સજાગ રહેવું જરૂરી છે.
અંતમાં, ૨૦૨૬નું આ ખગોળીય દ્રશ્ય માત્ર વિનાશની કહાની નથી, પરંતુ એક નવા યુગના જન્મની પ્રસવ પીડા સમાન છે. જ્યાં પ્રકૃતિ અને ગ્રહો પોતાનો હિસાબ બરાબર કરી રહ્યા છે. કુંભનો રાહુ, મીનનો શનિ અને સિહનો કેતુ કળિયુગના આ પડાવને એક નિર્ણાયક વળાંક આપી રહ્યા છે.
(નોંધઃ અહીં આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય માન્યતાઓ અને ઉપલબ્ધ મીડિયા અહેવાલો પર આધારિત છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.)
આમ, પ્રાચીન જ્યોતિષીય સાક્ષ્યો અને વર્તમાન પંચાંગ ગણિત મુજબ ૨૦૨૬નું વર્ષ પૃથ્વી માટે એક સામાન્ય ખગોળીય ઘટના નહીં, પરંતુ હાઈ રિસ્ક પિરિયડ સાબિત થઈ શકે છે તેવો અહેવાલ એબીપી લાઈવ વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ થયો છે
જ્યોતિષીય ગણતરીઓ અને અવકાશી ગ્રહ ગોચરના અભ્યાસ મુજબ વર્ષ ૨૦૨૬ની શરૂઆત, ખાસ કરીને ફેબ્રુઆરી મહિનો સમગ્ર વિશ્વ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તાજેતરમાં સામે આવેલા અહેવાલો અને જ્યોતિષીય વિશ્લેષણ મુજબ, ફેબ્રુઆરી ૨૦૨૬માં આકાશમાં રચાતી ગ્રહોની યુતિ ૧૯૩૯ના વર્ષ જેવી ભયાનક સ્થિતિનું નિર્માણ કરી રહી છે, જે પૃથ્વી પર મોટા વિનાશનું કારણ બની શકે છે. કુંભ અને મીન રાશિમાં થનારી ગ્રહોની હલચલ વૈશ્વિક વ્યવસ્થા, સત્તા પરિવર્તન અને યુદ્ધ જેવી સ્થિતિ તરફ ઈશારો કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
