<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

ટ્રમ્‍પનો મેક્‍સિમમ પ્રેશર પ્‍લાનઃ ઈરાન પર જબ્‍બર આક્રમક વલણ

વિનાશક એફ-૩૫ ફાઈટર જેટ્‍સ અને નૌકા કાફલાનો ખડકલો કરી દીધોઃ સોશિયલ મીડિયા પર વોર ઈઝ નિયરિંગ (યુદ્ધ નજીક છે) ટ્રેન્‍ડ થઈ રહ્યું છેઃ આટલી મોટી સંખ્‍યામાં એફ-૩૫ અને બી-૨ બોમ્‍બર્સની હાજરી કોઈ સામાન્‍ય કવાયત નથી, પણ સીધી યુદ્ધની નિશાની

વોશિગ્‍ટન તા.૩૦: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ઈરાન પર દબાણ વધારવા માટે મિડલ ઈસ્‍ટ (મધ્‍ય પૂર્વ)માં વિનાશક એફ-૩૫ ફાઈટર જેટ્‍સ અને નેવલ ફલીટ (નૌકા કાફલો) નો ખડકલો કરી દીધો છે.

૧. ઈરાન માટે ખરાબ સમાચારઃ ટ્રમ્‍પનો મેક્‍સિમમ પ્રેશર પ્‍લાનઃ ઈન્‍ટરનેશનલ ડિજિટલ મીડિયા અને સત્તાવાર રિપોર્ટ્‍સ મુજબ, અમેરિકા અને ઈરાન વચ્‍ચે તણાવ ચરમસીમાએ છે.

એફ-૩૫ અને એરક્રાફટ કેરિયરની તૈનાતીઃ રાષ્ટ્રપતિ ટ્રમ્‍પે આદેશ આપ્‍યા બાદ, અમેરિકન નેવીનું જહાજ યુ.એસ.એસ. અબ્રાહમ લિકન મિડલ ઈસ્‍ટમાં તૈનાત કરવામાં આવ્‍યું છે. આ કાફલામાં અત્‍યાધુનિક સ્‍ટેલ્‍થ ફાઈટર જેટ એફ-૩૫ સી અને એફ-૧૮ સામેલ છે.

ટ્રમ્‍પની ચેતવણીઃ ટ્રમ્‍પે સોશિયલ મીડિયા પર સંકેત આપ્‍યો છે કે આ કાફલો વેનેઝુએલા સામે મોકલાયેલા કાફલા કરતા પણ મોટો અને વધુ ઘાતક છે. ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને સરકારની કાર્યવાહીને પગલે અમેરિકાએ આ આક્રમક વલણ અપનાવ્‍યું છે.

યુદ્ધના ભણકારાઃ સોશિયલ મીડિયા પર ૅવોર ઈઝ નિયરિંગ (યુદ્ધ નજીક છે) ટ્રેન્‍ડ થઈ રહ્યું છે કારણ કે આટલી મોટી સંખ્‍યામાં એફ-૩૫ અને બી-૨ બોમ્‍બર્સની હાજરી કોઈ સામાન્‍ય કવાયત નથી, પણ સીધી યુદ્ધની તૈયારી તરફ ઈશારો કરે છે.

(10:00 AM IST)