<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

બજારમાં 'બ્લેક ફ્રાઈડે': સવારના પ્રારંભે એમસીએક્સ પર સોના-ચાંદીમાં ઐતિહાસિક કડાકો: સેન્સેક્સ અને નિફ્ટી પણ ગગડ્યા - ૨૦૨૬ની 'વિનાશક' આગાહીની અસર શરૂ?

સવારે ૯.૩૦ વાગ્યે બજાર ખુલતાની સાથે જ એમસીએક્સ અને શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જેના કારણે રોકાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

મુંબઈ: આજે સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર અને બુલિયન માર્કેટમાં જાણે સુનામી ફરી વળી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સવારે ૯.૩૦ વાગ્યે બજાર ખુલતાની સાથે જ એમસીએક્સ અને શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જેના કારણે રોકાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

 

જ્યોતિષીય અહેવાલોમાં ફેબ્રુઆરી ૨૦૨૬ને બજાર માટે 'શોકિંગ ટાઈમફેઝ' ગણાવવામાં આવ્યો હતો, જેની અસર જાન્યુઆરીના અંતમાં જ દેખાવા લાગી છે.

 

સોનામાં ૩૪૦૦ અને ચાંદીમાં ૧૭૦૦૦ નો તોતિંગ કડાકો: બુલિયન માર્કેટમાં આજે સવારે ઐતિહાસિક ઉથલપાથલ જોવા મળી છે. એમસીએક્સ પર ૯.૩૦ વાગ્યે સોનાના ભાવમાં એકીસાથે ૩૪૦૦ રૂપિયા તૂટ્યા હતા. તેનાથી પણ વધુ ભયાનક સ્થિતિ ચાંદીમાં જોવા મળી હતી, જ્યાં સવારના સત્રમાં જ ૧૭૦૦૦ રૂપિયાનો મોટો કડાકો બોલી ગયો હતો. અગાઉના અહેવાલોમાં અર્થવ્યવસ્થામાં 'ડિમાન્ડ કોલેપ્સ' (માંગ તૂટવી) ની જે ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી, તે આજે કોમોડિટી માર્કેટમાં સાચી પડતી દેખાઈ રહી છે.

 

*શેરબજારમાં ગાબડાં: સેન્સેક્સ ૪૫૦ પોઈન્ટ તૂટ્યો* વૈશ્વિક સંકેતો અને ઘરેલુ બજારમાં ગભરાટને કારણે શેરબજારની શરૂઆત પણ નબળી રહી હતી. નિફ્ટી આંક પ્રારંભે જ ૧૭૦ પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે સેન્સેક્સમાં ૪૫૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. પ્રારંભે આઈટી અને બેંકિંગ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે.

 

ઉલ્લેખનીય છે કે, ગ્રહ ગોચર મુજબ કુંભ રાશિમાં વાયુ તત્વના પ્રભાવને કારણે ટેકનોલોજી સ્ટોક્સ અને ક્રિપ્ટો માર્કેટમાં મોટી અસ્થિરતાની આગાહી અગાઉથી જ કરવામાં આવી હતી.

 

*પંચતત્વોનું અસંતુલન અને 'હાઈ રિસ્ક પિરિયડ'* બજારના પંડિતો અને જ્યોતિષીય વિશ્લેષકોના મતે, આ ઘટાડો માત્ર સામાન્ય કરેક્શન નથી પરંતુ પંચતત્વોના અસંતુલનનું પરિણામ છે. ફેબ્રુઆરી ૨૦૨૬ના ગ્રહ યોગો બજારને કોઈ 'ભંવર' માં ફસાવી શકે છે તેવો નિર્દેશ અપાયો હતો. ખાસ કરીને શનિ અને રાહુના પ્રભાવને કારણે બજાર અત્યારે 'હાઈ રિસ્ક પિરિયડ' માંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં અચાનક મોટી વધઘટ (વોલેટિલિટી) સામાન્ય બની રહેશે તેવી જ્યોતિષીય માન્યતા છે.

(9:59 AM IST)