હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતમાં જંક ફૂડની જાહેરાતો પર લાગી શકે છે પ્રતિબંધ
મોટાપાથી પીડાઈ રહ્યું છે ભારત! : સર્વે અનુસાર, ભારતમાં ૨૪ ટકા મહિલાઓ અને ૨૩ ટકા પુરુષો વધુ વજન અથવા મેદસ્વિતાનો શિકાર

નવી દિલ્હી તા.૩૦: આર્થિક સર્વેક્ષણમાં ભારતમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ (UPF) એટલે કે જંક ફૂડની ઝડપથી વધી રહેલી ખપત અને તેના કારણે બાળકો તથા યુવાનોમાં વધતી મેદસ્વિતા અંગે ગંભીર ચિતા વ્યક્ત કરવામાં આવી છે. લોકસભામાં રજૂ કરાયેલા પ્રી-બજેટ દસ્તાવેજમાં જણાવાયું છે કે, ભારત હવે દુનિયાના સૌથી ઝડપી વિકસતા UPFબજારોમાં સામેલ થઈ ગયું છે, જેના કારણે લાંબા ગાળે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ અને અસમાનતાઓ વધી શકે છે.
સર્વે મુજબ, પાંચ વર્ષથી ઓછા વયના બાળકોમાં વધુ વજનની સમસ્યા ઝડપથી વધી છે. વર્ષ ૨૦૧૫-૧૬માં જ્યાં આ આંકડો ૨.૧ ટકા હતો, ત્યાં ૨૦૧૯-૨૧માં વધીને ૩.૪ ટકા સુધી પહોંચ્યો છે. અંદાજ મુજબ વર્ષ ૨૦૨૦માં દેશમાં આશરે ૩.૩ કરોડ બાળકો મોટાપાથી પીડિત હતા, જે ૨૦૩૫ સુધીમાં વધીને ૮.૩ કરોડ થઈ શકે છે.
રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણ (NFHS)ના આંકડાઓનો ઉલ્લેખ કરતાં આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે, ભારતમાં ૨૪ ટકા મહિલાઓ અને ૨૩ ટકા પુરુષો વધુ વજન અથવા મેદસ્વિતાની શ્રેણીમાં આવે છે. ૧૫થી ૪૯ વર્ષની વય જૂથની મહિલાઓમાં ૬.૪ ટકા મેદસ્વિતાથી પીડિત છે, જ્યારે પુરુષોમાં આ આંકડો ૪ ટકા છે.
સર્વેક્ષણમાં જંક ફૂડની ખપતને નિયંત્રિત કરવા માટે સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી તમામ મીડિયા પ્લેટફોર્મ પર અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરવામાં આવી છે. ખાસ કરીને બાળકોને લક્ષ્ય કરતી જાહેરાતો, ડિજિટલ મીડિયા તેમજ દૂધ અને પીણાંના પ્રચાર પર કડકાઈ કરવાની વાત કરવામાં આવી છે.
આર્થિક સર્વેક્ષણનું માનવું છે કે માત્ર ઉપભોક્તાઓના વર્તનમાં ફેરફારથી સ્વસ્થ આહાર શક્ય નથી. તેના માટે ખાદ્ય પ્રણાલી સાથે જોડાયેલા સંકલિત નીતિગત સુધારાઓ જરૂરી છે. તેમાં વધુ ચરબી, ખાંડ અને મીઠું (HFSS) ધરાવતા ખાદ્ય પદાર્થો પર ચેતવણી લેબલ, ફ્રન્ટ-ઓફ-પેક પોષણ લેબલિગ, જવાબદાર માર્કેટિગ અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ (UPF)ના ઉત્પાદનના નિયમન જેવા પગલાંનો સમાવેશ થાય છે.
સર્વેક્ષણમાં ચિલી, નોર્વે અને બ્રિટન જેવા દેશોના ઉદાહરણો આપવામાં આવ્યા છે, જ્યાં જંક ફૂડની જાહેરાતો પર કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. બ્રિટનમાં તાજેતરમાં બાળકો પર પડતી અસર ઘટાડવાના હેતુથી રાત્રે ૯ વાગ્યા પહેલા જંક ફૂડની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રિપોર્ટ મુજબ, ભારતમાં શ્ભ્જ્ની વેચાણમાં ૨૦૦૯થી ૨૦૨૩ વચ્ચે ૧૫૦ ટકા કરતાં વધુ વધારો થયો છે. વર્ષ ૨૦૦૬માં તેનો બજાર કદ જ્યાં ૦.૯ અબજ ડોલર હતો, ત્યાં ૨૦૧૯ સુધીમાં તે વધીને આશરે ૩૮ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. આ જ સમયગાળા દરમિયાન પુરુષો અને મહિલાઓ બંનેમાં મોટાપાનો દર લગભગ ડબલ થઈ ગઈ છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
