હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હવે ગમે ત્યારે, ગમે ત્યાં આધાર કાર્ડમાં ફોન-નંબર અપડેટ કરી શકાશે
નવી આધાર એપ લોન્ચ થયા પછી આધાર કાર્ડની ફોટોકોપી દરેક જગ્યાએ રાખવાની જરૂર નથી

નવી દિલ્હી તા.૩૦: યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)એ ૨૮ જાન્યુઆરીથી આધાર સાથે જોડાયેલો મોબાઇલ-નંબર અપડેટ કરવા માટે વધુ આરામદાયક સિસ્ટમ શરૂ કરી છે. આ નવી સિસ્ટમ શરૂ થઈ ગઈ છે જેમાં આધારનું નવું ફુલ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. નવી એપથી ઘેરબેઠાં જ રજિસ્ટર્ડ મોબાઇલ-નંબર બદલી શકાશે. UIDAIના જણાવ્યા મુજબ નવી સુવિધા આધારધારકોને તેમના સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ગમે ત્યારે અને ગમે ત્યાં તેમનો રજિસ્ટર્ડ મોબાઇલ-નંબર અપડેટ કરવાની મંજૂરી આપે છે. હાલમાં આધાર સાથે જોડાયેલો મોબાઇલ-નંબર બદલવા માટે આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડે છે, જ્યાંથી નંબર બદલી શકાય છે. આધાર કેન્દ્રો પર મોટી ભીડને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પગલાનો હેતુ આધાર-સેવાઓને સરળ બનાવવા અને આધાર કેન્દ્રો પર નિર્ભરતા ઘટાડવાનો છે. નવી આધાર એપ લોન્ચ થયા પછી આધાર કાર્ડની ફોટોકોપી દરેક જગ્યાએ રાખવાની જરૂર નથી. તમે તમારા આધાર કાર્ડને સીધા મોબાઇલ ઍપ પર બતાવી શકો છો અને તમારી વ્યક્તિગત વિગતો છુપાવી શકો છો









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
