હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લદ્દાખમાં દેખાયો અનોખો નજારોઃ આખું આકાશ ધગધગતી આગ જેવું લાલ થઈ ગયું
બ્રહ્માંડનો ગુસ્સો કે ખગોળીય ચમત્કારઃ તારાઓ જોનારા વૈજ્ઞાનિકો આ અનોખું દ્રશ્ય જોઈ ચોંકી ગયાઃ આ ન તો ધુમાડો હતો, ન પ્રદૂષણ, ન કોઈ સામાન્ય સૂર્યાસ્તની ઘટના

લદાખ,તા.૩૦: લદ્દાખમાં એક અદ્વૂત નજારો જોવા મળી રહ્યો છે, રાતના સમયે આકાશ ભીષણ આગ લાગી હોય એ રીતે લાલ રંગનું થઈ ગયું. તારાઓ જોનારા વૈજ્ઞાનિકો આ અનોખું દ્રશ્ય જોઈ ચોંકી ગયા. આ ન તો ધુમાડો હતો, ન પ્રદૂષણ, ન કોઈ સામાન્ય સૂર્યાસ્તની ઘટના. પણ આ એક દુર્લભ ઓરોરા હતું, જેને હિમાલયના આકાશને રોશન કરી દીધું હતું.
લદ્દાખની ઠંડી અને શાંત રાત અચાનક કોઈ રહસ્યમયી અગ્નિ-ચિત્રની માફક ચમકી ઊઠી. આકાશ ગાઢ લાલ રંગમાં રંગાઈ ગયું. જાણે હિમાલયને કોઈએ અદ્રશ્ય બ્રશથી પોતાની તસવીર બદલી નાખી હોય. આ ન તો ધુમાડાની અસર હતી, ન પ્રદૂષણ કે ન સૂર્યાસ્તનો સામાન્ય છાયડો. આ હતી એક દુર્લભ ખગોળીય ચમત્કાર-લાલ આભા, જેને સામાન્ય લોકોથી લઈને વૈજ્ઞાનિકોને પણ ચોંકાવી દીધા.
આ અદ્વૂત નજારો ઉત્તરી ભારતના ઉચ્ચ હિમાલયી વિસ્તાર લદ્દાખમાં આવેલા હાન્લે ડાર્ક સ્કાઈ રિઝર્વની ઉપર જોવા મળ્યો હતો. સમુદ્ર તળથી હજારો મીટર ઊંચાઈ અને ખૂબ જ ઓછા પ્રકાશ પ્રદૂષણના કારણે આ વિસ્તાર પહેલાથી સ્ટારનો નજારો જોવા માટે ઓળખાય છે. જેવી લાલ રોશનીએ ઘાટી અને પર્વતીય શિખરો પર આવી, આખો વિસ્તાર કોઈ બીજા લોક જેવા દેખાવા લાગ્યો.
મોટા ભાગે ઓરોરા લીલા રંગમાં ધ્રુવીય વિસ્તાર-આર્કટિક અથવા અંટાર્કટિકમાં દેખાતા હોય છે. પણ લદ્દાખમાં દેખાયેલું લાલ ઓરોરા અસાધારણ હતું. વૈજ્ઞાનિકો અનુસાર, જ્યારે સૂર્યથી નીકળતા ઉર્જાવાન કણો પૃથ્વીના વાયુમંડળની ઉપરી પરતોમાં આવેલા ઓક્સિજન પરમાણુથી ટકરાય છે, ત્યારે લાલ રંગની રોશની થાય છે. આ વખતે સૂર્ય પર આવેલા તીવ્ર સોલર સ્ટોર્મે આ દુર્લભ સ્થિતિ બનાવી દીધી.
નિષ્ણાંતોનું કહેવું છે કે ભારત જેવા નિમ્ન અક્ષાંશવાળા વિસ્તારમાં લાલ ઓરોરાનું દેખાવું ખૂબ જ દુર્લભ છે. તેના માટે અત્યંત શક્તિશાળી સૌર ગતિવિધિ અને બિલ્કુલ સ્વચ્છ આકાશ-બંનેનું મિલન થવું જરુરી છે. આ જ કારણ છે કે આ ઘટના વૈજ્ઞાનિકો માટે પણ અધ્યયનનો વિષય બની ગઈ છે. આ સાબિત કરે છે કે સૂર્યમાંથી નીકળતી ઊર્જા પૃથ્વી પર કેટલી દૂર સુધી પ્રભાવ પાડી શકે છે.
જો કે આ દ્રશ્ય મનમોહક હતું, પણ તેની પાછળ છુપાયેલો સંદેશ ગંભીર પણ છે. આવા સોલર સ્ટોર્મ ઉપગ્રહો, વીજળી ગ્રીડ અને સંચાર સિસ્ટમને બાધિત કરી શકે છે. આ ઘટના યાદ અપાવે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણને કઈ રીતે ખતરનાક અંતરિક્ષીય વિકિરણથી બચાવે છે. દરેક ઓરોરા સુંદરતા સાથે એક ચેતવણી પણ લઈને આવે છે.
લદ્દાખનું લાલ આકાશ ખાલી એક દ્રશ્ય નથી, પણ બ્રહ્માંડ અને પૃથ્વીની વચ્ચેના ગાઢ સંબંધનું પ્રમાણ છે. આ દેખાડે છે કે કેવી રીતે દૂર રહેલો સૂર્યની હલચલ પણ આપણા ગ્રહને પ્રભાવિત કરી શકે છે. હિમાલયની શાંત પહાડીઓ પર ઊભરી આવેલી આ લાલ આભા એક મૌન મેસેજ છે કે પ્રકૃતિની તાકાત આપણી કલ્પના કરતા ક્યાંય મોટી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
