હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 30th January 2026
દ્વારકામાં ધર્મોત્સવમાં પરિમલભાઇ નથવાણીની ઉપસ્થિતિ

જામનગરઃ દેવભૂમિ દ્વારકાની દિવ્યભૂમિમાં પૂ. શ્રી નેપાલીબાપુના આશીર્વાદથી મહામંડલેશ્વર શ્રી કનકેશ્વરીદેવીની ગુરુપરક વાણીમાં ભવ્ય ચંડી મહાયજ્ઞ સાથે શ્રીમદ્ દેવી ભાગવત કથામાં ભાગ લેવાનો લ્હાવો રાજયસભાના સભા સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના કોર્પોરેટર અફેર્સના ડાયરેકટર પરિમલભાઇ નથવાણીઍ લીધો હતો. શ્રીમદ્ દેવી ભાગવત કથામાં આધ્યાત્મિક દિવ્યતા સાથે ભક્તિરસમાં તરબોળ થવાના આમંત્રણ બદલ પબુભા માણેક તથા સમસ્ત પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કરું છું. દ્વારકાધીશ ભગવાનની કૃપાથી ભવિષ્યમાં પણ આવું જ દિવ્ય આયોજન થતું રહે તેવી હૃદયપૂર્વકની શુભેચ્છા પરિમલભાઇ નથવાણીઍ પાઠવી હતી. (તસ્વીરઃ અહેવાલ ઃ મુકુંદ બદીયાણી-જામનગર)
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
