હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલાવડના ખંઢેરા ગામે જુગાર દરોડો 11:40 AM

રાજકોટ, તા., ૩૦ : બુલીયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવોમાં એકધારી તેજી બાદ ગઇકાલે રાત્રે ભાવોમાં ભારે અંધાધુંધી સર્જાઇ હતી. એક તબક્કે ચાંદીમાં પ૦,૦૦૦ અને સોનામાં ૧૦,૦૦૦ નું ગાબડુ પડી ગયું હતું. જોકે બાદમાં ફરી બંને કિંમતી ધાતુમાં ભાવો વધી ગયા હતા. ભાવોમાં અફડાતફડીથી ઇન્વેસ્ટરો સ્તબ્ધ બની ગયા હતા.
બુલીયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવોમાં છેલ્લા ૧૦ દિવસથી તેજીના તરખાટના પગલે બંને કિંમતી ધાતુઓના ભાવો આસમાને પહોંચ્યા છે. ગઇકાલે દિવસે ચાંદીના ભાવ ર૩,૦૦૦ વધ્યા ૪,૦૨,૦૦૦ થયા બાદ રાત્રે વધુ ૧૮,૦૦૦ વધીને ૪,ર૦,૦૦૦ ની નવી ટોચની સપાટી બનાવી હતી. જો કે બાદમાં એકાએક ગાબડુ પડયું હતું અને જોતજોતામાં એક તબક્કે પ૦,૦૦૦ રૂા. ઘટીને ચાંદીના ભાવ ૩,૭૦,૦૦૦ થઇ ગયા હતા. બાદમાં ફરી ચાંદીના ભાવમાં ર૦,૦૦૦ નો સુધારો થયો હતો અને ભાવ ૩,૯૦,૦૦૦ રૂા. થયા હતા. ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ ભારે અફડાતફડી સર્જાઇ હતી. ગઇકાલે દિવસ દરમ્યાન સોનાના ભાવ ૧ર,૦૦૦ વધીને ૧,૮૩,૦૦૦ રૂા. થયા હતા અને રાત્રે ફરી ૪,૦૦૦ રૂા. વધીને ૧,૮૭,૦૦૦ રૂા. ની ટોચની સપાટી બનાવી હતી. ત્યાર બાદ ભાવમાં એકાએક ગાબડુ પડતા ભાવ ૧૦,૦૦૦ રૂા. ઘટીને એક તબક્કે ૧,૭૭,૦૦૦ રૂા. થઇ ગયા હતા. જો કે બાદમાં ફરી સોનુ (૧૦ ગ્રામ)ના ભાવ વધીને ૧,૭૯,૦૦૦ રૂા. થઇ ગયા હતા.
ગઇકાલે રાત્રે સોના-ચાંદીના ભાવોમાં એકાએક ગાબડાથી ઇન્વેસ્ટરો સ્તબ્ધ બની ગયા હતા. જો કે ફરી ભાવવધારો થતા રાહતનો શ્વાસ લીધો હતો. (૪.૧૨)
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલાવડના ખંઢેરા ગામે જુગાર દરોડો 11:40 AM