હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘ઉડનપરી' પી.ટી. ઉષાના પતિ અને માર્ગદર્શક વી. શ્રીનિવાસનનું ૬૭ વર્ષની વયે નિધન, નરેન્દ્રભાઈએ પાઠવી શ્રદ્ધાંજલિ
ભારતીય રમતગમત જગતમાં શોકનું મોજું

નવી દિલ્હી : ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ પી.ટી. ઉષાના પતિ વી. શ્રીનિવાસનનું આજે વહેલી સવારે કોઝિકોડ ખાતે નિધન થયું છે. ૬૭ વર્ષીય શ્રીનિવાસન લાંબા સમયથી પી.ટી. ઉષાની કારકિર્દીમાં પાયાના પથ્થર સમાન હતા અને તેમના અચાનક અવસાનથી રમતગમત ક્ષેત્રે ઘેરા શોકની લાગણી ફરી વળી છે.
આજે વહેલી સવારે કેરળના કોઝિકોડ સ્થિત તેમના નિવાસસ્થાને વી. શ્રીનિવાસન અચાનક ઢળી પડ્યા હતા. પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મળત જાહેર કર્યા હતા.
ભૂતપૂર્વ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈ અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિકયુરિટી ફોર્સ (CISF) ના નિવળત્ત અધિકારી એવા વી. શ્રીનિવાસન પોતે પણ યુવાનીમાં કબડ્ડીના ખેલાડી રહી ચૂકયા હતા. વર્ષ ૧૯૯૧ માં પી.ટી. ઉષા સાથે લગ્ન કર્યા બાદ, તેમણે પોતાની પત્નીની રમતગમતની કારકિર્દીને આગળ ધપાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ ‘ઉષા સ્કૂલ ઓફ એથ્લેટિક્સ' ના ખજાનચી તરીકે સેવા આપતા હતા અને સંસ્થાના વહીવટમાં સક્રિય હતા.
આ દુઃખદ સમાચાર મળતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પી.ટી. ઉષા સાથે ટેલિફોનિક વાતચીત કરીને સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ અને અન્ય મહાનુભાવોએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
શ્રીનિવાસન તેમના પાછળ પત્ની પી.ટી. ઉષા અને પુત્ર ઉજ્જવલને વિલાપ કરતા મૂકી ગયા છે. તેઓ પી.ટી. ઉષાની સફળતા પાછળની મૌન શક્તિ તરીકે ઓળખાતા હતા અને તેમની રાજકીય સફરમાં પણ સતત સાથે રહ્યા હતા.(









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
