હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વોટ્સએપ ચેટ લીક થવાનો દાવો: 'એન્ક્રિપ્શન' સુરક્ષિત હોવા છતાં મેટાના કર્મચારીઓ મેસેજ વાંચી શકતા હોવાનો અમેરિકામાં ચાલી રહેલી એક તપાસમાં ચોંકાવનારો દાવો
આ મામલે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી) સમક્ષ વ્હીસલબ્લોઅર ફરિયાદ પણ દાખલ કરવામાં આવી: આ સમાચાર બાદ મેટાના શેરમાં ૧ ટકાનો ઘટાડો નોંધાયો

ન્યૂયોર્ક: અમેરિકામાં ચાલી રહેલી એક તપાસમાં ચોંકાવનારો દાવો થયો છે કે મેટાના કોન્ટ્રાક્ટરો અને સ્ટાફ વોટ્સએપના ખાનગી મેસેજ વાંચી શકતા હતા. મેટાએ આ દાવાને ફગાવી દીધો છે.
વોટ્સએપ હંમેશા દાવો કરે છે કે તેના પ્લેટફોર્મ પરના મેસેજ 'એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ' છે, એટલે કે મોકલનાર અને મેળવનાર સિવાય કોઈ પણ (સ્વયં વોટ્સએપ પણ) તે મેસેજ વાંચી શકતું નથી. પરંતુ, અમેરિકાના એક તપાસ રિપોર્ટમાં આ દાવા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, મેટા પ્લેટફોર્મ્સ માટે કામ કરતા ભૂતપૂર્વ કોન્ટ્રાક્ટરોએ આરોપ લગાવ્યો છે કે તેમની પાસે યુઝર્સના વોટ્સએપ મેસેજ જોવાની "સંપૂર્ણ સત્તા" હતી. આ મામલે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી) સમક્ષ વ્હીસલબ્લોઅર ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. એક કોન્ટ્રાક્ટરે દાવો કર્યો હતો કે ફેસબુકની ટીમ ભૂતકાળના મેસેજ પણ જોઈ શકતી હતી.
જોકે, મેટાના પ્રવક્તાએ આ આક્ષેપોને અશક્ય ગણાવતા કહ્યું છે કે વોટ્સએપના એન્ક્રિપ્શનને કારણે કોઈ પણ વ્યક્તિ બહારથી મેસેજ વાંચી શકે નહીં. કંપનીએ કહ્યું કે આ દાવા પાયાવિહોણા છે. ઉલ્લેખનીય છે કે આ સમાચાર બાદ મેટાના શેરમાં ૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
