હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડીપફેક અને અશ્લીલ તસવીરો પર યુરોપિયન યુનિયન લાલઘૂમ: મસ્કની કંપની 'એક્સ' પર તપાસનો ગાળિયો કસાયો: બાળ શોષણ અને નગ્ન તસવીરો ફેલાવવાનો આરોપ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (અગાઉનું ટ્વિટર) પર એઆઈની મદદથી બાળ શોષણ અને નગ્ન તસવીરો ફેલાવવાનો આરોપ છે. યુરોપિયન યુનિયને આ મામલે કડક તપાસ શરૂ કરી છે અને ભારે દંડની ચેતવણી આપી છે.
યુરોપિયન યુનિયન (ઈયુ)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' સામે ડિજિટલ સર્વિસીસ એક્ટ (ડીએસએ) હેઠળ તપાસ શરૂ કરી છે. આ તપાસનું મુખ્ય કારણ 'એક્સ'ના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ 'ગ્રોક' દ્વારા બનાવવામાં આવતી વાંધાજનક તસવીરો છે.
આયર્લેન્ડના એઆઈ મંત્રીએ ચેતવણી આપી છે કે જો પ્લેટફોર્મ પર ચાઈલ્ડ સેક્સ અબ્યુઝ મટિરિયલ (સીએસએએમ) અને લોકોની મંજૂરી વગર બનાવેલી અશ્લીલ તસવીરોનું પ્રસારણ ચાલુ રહેશે તો તેના ગંભીર પરિણામો આવશે. અહેવાલો મુજબ, 'ગ્રોક' ટૂલનો ઉપયોગ કરીને જાહેરમાં જાણીતી વ્યક્તિઓની નગ્ન તસવીરો બનાવવામાં આવી રહી છે.
જો તપાસમાં 'એક્સ' દોષિત સાબિત થશે, તો કંપની પર તેના વૈશ્વિક ટર્નઓવરના ૬ ટકા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. કંપનીએ દાવો કર્યો છે કે તેમણે ૨૦ જાન્યુઆરીથી વૈશ્વિક સ્તરે સુરક્ષાના પગલાં લીધા છે, પરંતુ મંત્રી નિઆમ સ્મિથને મળેલી માહિતી મુજબ આ સુવિધા હજુ પણ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, જેના કારણે સત્તાવાળાઓ નારાજ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
