<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

બોમ્‍બની ધમકી મળતા ઈન્‍ડિગોની ફલાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્‍સી લેન્‍ડિંગ

૧૮૦ પેસેન્‍જર સાથે કુવૈતથી દિલ્‍હી જઈ રહેલી ઇન્‍ડિગોની ફલાઇટમાં બોમ્‍બ હોવાની ધમકી મળતા ખળભળાટ

અમદાવાદતા.૩૦: અમદાવાદના સરદાર વલ્‍લભભાઈ પટેલ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પર ઇન્‍ડિગો ફલાઇટને બોમ્‍બની ધમકી મળતા તેનું ઇમરજન્‍સી લેન્‍ડિંગ કરાયું છે. મળતી માહિતી મુજબ, ઇન્‍ડિગો આ ફલાઈટમાં કુવૈતથી દિલ્‍હી જઈ રહી હતી. જેમાં ૧૮૦ પેસેન્‍જર સવાર હતા, જોકે ફલાઈટમાં બોમ્‍બ હોવાની ધમકી મળતા તેનું અમદાવાદ એરપોર્ટ ઇમરજન્‍સી લેન્‍ડિંગ કરાયું છે અને ફલાઇટમાં સવાર તમામ પેસેન્‍જરો સહિત લગેજનું ચેકિગ હાથ ધરાયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઇન્‍ડિગોની આ ફલાઇટ કુવૈતથી દિલ્‍હી તરફ જઈ રહી હતી, ત્‍યારે અચાનક પ્‍લેનમાં બોમ્‍બ હોવાનો સંદેશ મળ્‍યો હતો. પ્‍લેનમાં કુલ ૧૮૦ મુસાફરો સવાર હતા, જેમના જીવ જોખમમાં હોવાની આશંકાએ પાયલોટે તુરંત જ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કર્યો હતો. સંજોગોની ગંભીરતાને જોતા ફલાઇટને નજીકના અમદાવાદ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.

હાલની માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટ પર ફલાઇટનું ઇમરજન્‍સી લેન્‍ડિંગ થતા પ્‍લેનમાં સવાર તમામ ૧૮૦ મુસાફરોને સાવચેતીપૂર્વક નીચે ઉતારવામાં આવ્‍યા છે અને એરપોર્ટ પર કાર્યરત બોમ્‍બ સ્‍ક્‍વોડ, ડોગ સ્‍ક્‍વોડ અને ઘ્‍ત્‍લ્‍જ્‍ના જવાનોએ તુરંત જ મોરચો સંભાળી લીધો છે. ત્‍યારે આ વિમાનની હાલ સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.

સુરક્ષા એજન્‍સીઓ દ્વારા માત્ર ફલાઇટ જ નહીં, પરંતુ તમામ મુસાફરોના લગેજનું પણ ધ્‍યાનપૂર્વક ચેકિગ કરવામાં આવ્‍યું હતું. સાથે જ પ્રોટોકોલ મુજબ તમામ ૧૮૦ પેસેન્‍જરોનું પણ વ્‍યક્‍તિગત રીતે સુરક્ષા તપાસ હાથ ધરાઈ હતી. ત્‍યારે આ પ્રક્રિયા દરમિયાન એરપોર્ટ પર કડક પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો હતો.

હાલમાં તપાસ ચાલુ હોવાથી ફલાઇટના આગળના પ્રસ્‍થાન અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. જોકે એરપોર્ટ ઓથોરિટી અને સુરક્ષા એજન્‍સીઓ આ ધમકી ક્‍યાંથી અને કઈ રીતે મળી તે દિશામાં પણ તપાસ કરી રહી છે. આ ઘટનાને કારણે એરપોર્ટ પર આવતી-જતી અન્‍ય ફલાઈટ્‍સના શેડ્‍યૂલ પર પણ થોડી અસર જોવા મળી હતી

(3:05 PM IST)