<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

અજિત પવારનું વિમાન ઉડાડનાર પાયલોટની વિવાદી કારકીર્દીઃ ડયુટી ઉપર દારૂ પીધાના બે ગુન્‍હા દાખલ છે

 

મુંબઈઃ મહારાષ્‍ટ્રના રાજ્‍યના ઉપમુખ્‍યમંત્રી અજિત પવારના વિમાનને બારામતી ખાતે અકસ્‍માત થયો. આ અકસ્‍માતમાં પવાર સહિત બે પાઈલટ, ફલાઈંગ એટેન્‍ડન્‍ટ અને પીએસઓના મૃત્‍યુ થયા. અકસ્‍માતમાં મૃત્‍યુ પામનારામાં વિમાનના પાઈલટ કેપ્‍ટન સુમિત કપૂરનો પણ સમાવેશ છે.

આ અકસ્‍માતની તપાસ શરૂ કરવામાં આ કેપ્‍ટન સુમિત પર ડ્‍યુટી પર હાજર હોવાના સમયે મદ્યપાન કર્યાના બે ગુના દાખલ થયા હતા. પહેલો ગુનો ૨૦૧૦માં નોંધેલો છે. મેડિકલ તપાસ દરમિયાન સુમિતની આલ્‍કોહોલ ટેસ્‍ટ પોઝિટિવ આવી હતી. એ પછી સંબંધિત એરલાઈને તેને નોકરી પરથી કાઢી નાખ્‍યો હતો. એ પછી ૨૦૧૭માં ફરીથી ડ્‍યુટી પર હાજર હતો ત્‍યારે મદ્યપાન કરતા પકડાઈ ગયો હતો. બીજી વખત આવી ઘટના બનવાથી વિમાન સુરક્ષા માટે આ અત્‍યંત ગંભીર બાબત ગણીને નાગરી વિમાન પરિવહન પ્રાધિકરણે તેને ત્રણ વર્ષ માટે સસપેન્‍ડ કર્યો હતો. એ પછી તેને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્‍યો હતો.

બરતરફી પછી કેપ્‍ટન સુમિત કપૂરે થોડા સમય માટે ફ્રીલાન્‍સ પાઈલટ તરીકે કામ કર્યું. એ પછી છેલ્‍લા પાંચ વર્ષથી એ વીએસઆર વેન્‍ચર્સ સાથે કામ કરતો હતો. બારામતી ખાતે થયેલા વિમાન અકસ્‍માતમાં મૃત્‍યુ પછી તેની વિવાદાસ્‍પદ કારકિર્દી ફરીથી ચર્ચામાં આવી છે.

(3:49 PM IST)