હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ચૂંટણી જીતવા માટે નવા પેંતરા અજમાવી રહ્યા છે, જેના ભાગરૂપે લાવશે સસ્તી દવાઓ માટે 'ટ્રમ્પઆરએક્સ' વેબસાઈટ, ફાર્મા કંપનીઓમાં ફફડાટ: આગામી ફેબ્રુઆરી મહિનામાં લોન્ચ થનારી નવી વેબસાઈટ દવાઓના ભાવ ઘટાડશે તેવો દાવો: ફાઇઝર સહિત ૧૦થી વધુ દવા ઉત્પાદક કંપનીઓ સાથે સમજૂતી કરવામાં આવી:જોકે ડેમોક્રેટ સાંસદોએ સુરક્ષા અને કાયદાકીય પ્રશ્નો ઉઠાવ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ચૂંટણી જીતવા માટે નવા પેંતરા અજમાવી રહ્યા છે, જેના ભાગરૂપે તેમણે દેશભરની દવા કંપનીઓ અને મેડિકલ સ્ટોર્સની ચિંતા વધારી દીધી છે. ટ્રમ્પ સરકાર દ્વારા 'ટ્રમ્પઆરએક્સ' નામની એક નવી વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે, જે ફેબ્રુઆરી મહિનામાં લોન્ચ કરવામાં આવશે. આ વેબસાઈટનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકાના નાગરિકોને મોંઘી દવાઓના ખર્ચમાંથી રાહત આપીને સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.
ટ્રમ્પ સરકારના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક મહિનામાં ૧૦થી વધુ દવા ઉત્પાદક કંપનીઓ સાથે સમજૂતી કરવામાં આવી છે, જેમાં ફાઈઝર જેવી દિગ્ગજ કંપનીઓનો પણ સમાવેશ થાય છે. આ ભાગીદારી હેઠળ વેબસાઈટ દ્વારા ગ્રાહકોને સીધી સસ્તી દવાઓ વેચવામાં આવશે. ટેનેસી રાજ્યમાં કરવામાં આવેલા એક સર્વે મુજબ, દવાઓના ભાવમાં લગભગ ૫૧ ટકાનો વધારો થયો છે, જેના કારણે ઘણા લોકો સારવારના અભાવે જીવ ગુમાવે છે. આ નવી પહેલથી મેડિકલ સ્ટોર્સને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
જોકે, આ નિર્ણય સામે વિરોધ પણ ઉઠ્યો છે. ડિક ડર્બિન, એલિઝાબેથ વોરેન અને પીટર વેલ્ચ જેવા ડેમોક્રેટ સાંસદોએ આ વેબસાઈટની કાયદેસરતા અને સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આરોગ્ય અને માનવ સેવા વિભાગને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે કે ડાયરેક્ટ-ટૂ-કન્ઝ્યુમર પ્લેટફોર્મ પર દર્દીઓને ખોટી દવાઓ મળી શકે છે અથવા સારવારમાં વિલંબ થઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
